BREAKING NEWS

એક જ દિવસમાં ઓપરેશન ગંગાજળથી બે IAS અધિકારી ઘરભેગા, કે.રાજેશ પછી ગૌરવ દહિયાને ફરજીયાત નિવૃત્ત કરાયા

  • October 01, 2026 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફારો વચ્ચે રાજ્ય સરકારે વધુ એક વરિષ્ઠ IAS અધિકારી સામે કડક કાર્યવાહી કરી છે. ગુજરાત સરકારનું ઓપરેશન ગંગાજળ આજે એક જ દિવસમાં બે IAS અધિકારીને નડી ગયું છે. કે.રાજેશ પછી વહીવટી સેવાના ચર્ચાસ્પદ બનેલા IAS અધિકારી ગૌરવ દહિયાને સરકાર દ્વારા ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે રાજ્યની નોકરશાહીમાં ભારે ખળભળાટ મચી ગયો છે.


અધિકારી ગૌરવ દહિયા અગાઉ નેશનલ હેલ્થ મિશન (NHM)માં ફરજ બજાવી ચૂક્યા છે. તે દરમિયાન તેમની સામે કેટલીક ગંભીર ફરિયાદો અને વિવાદો ઊભા થયા હતા, જેને લઈને વહીવટી વર્તુળોમાં તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા. હાલમાં તેઓ અધિક વિકાસ કમિશનર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા, તે જ સમયે સરકાર દ્વારા આ અચાનક અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.


એક જ દિવસમાં બે વરિષ્ઠ IAS અધિકારીઓ સામે આ પ્રકારના સખત પગલાં લેવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારના આ કડક વલણને કારણે સનદી અધિકારીઓ અને વહીવટી બેડામાં ભારે ચિંતા અને ઉત્સુકતા જોવા મળી રહી છે. ભ્રષ્ટાચાર કે ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતાનીતિ હેઠળ સરકાર દ્વારા આ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.


આ અગાઉ પણ વહીવટી તંત્રમાં શિસ્ત જાળવવા માટે સરકારે અનેક અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. ગૌરવ દહિયાની ફરજિયાત નિવૃત્તિનો આ આદેશ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ પગલાથી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં કડક સંદેશો પહોંચ્યો છે કે ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની અનિયમિતતા કે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application