BREAKING NEWS

એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ભારતને પાંચ મેડલ

  • September 21, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એશિયન ગેમ્સ ૨૦૨૬ના પ્રથમ બે દિવસમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને કુલ છ મેડલ પોતાના નામે કર્યા છે. તેમાં ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતીય ખેલાડીઓએ ખાસ કરીને નિશાનેબાજીમાં શાનદાર પ્રદર્શન કયુ છે.પ્રથમ દિવસે ભારતીય મહિલા નિશાનેબાજોની ત્રિપુટી ઈલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્સા વિનોદે મહિલા ૧૦ મીટર એર રાઇફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ ઈલાવેનિલ વલારિવને મહિલા ૧૦ મીટર એર રાઇફલની વ્યકિતગત સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ મેળવીને ભારતના ખાતામાં વધુ એક મેડલ ઉમેર્યેા હતો.
આજે પુષ નિશાનેબાજોએ પણ શાનદાર દેખાવ કર્યેા હતો. હિમાન્શુ ઢિલ્લોં, પાર્થ માને અને દ્રાંક્ષ પાટીલની ટીમે પુષોની ૧૦ મીટર એર રાઇફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. આ સ્પર્ધામાં ચીને ગોલ્ડ યારે દક્ષિણ કોરિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
ટીમ ઈવેન્ટ બાદ વ્યકિતગત સ્પર્ધામાં પણ ભારતીય ખેલાડીઓએ મેડલ જીત્યા. હિમાન્શુ ઢિલ્લોંએ સિલ્વર, યારે દ્રાંક્ષ પાટીલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યેા. આ સાથે નિશાનેબાજીમાં ભારતના મેડલની સંખ્યા વધુ વધી છે.
મિશ્ર માર્શલ આટર્સમાં ભારતની સુચિકા તારિયાલે શાનદાર પ્રદર્શન કયુ. જોકે સેમિફાઇનલમાં સિંગાપોરની ટી હન સામે હારનો સામનો કરવો પડો હતો. જેના કારણે સુચિકાને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડો.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ શાનદાર પ્રદર્શન કરતાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યેા છે. હવે ૨૨ સપ્ટેમ્બરે મહિલા ક્રિકેટની ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે.
બોકિંસગમાં ભારતના સુમિતે પુષોના ૭૦ કિલોગ્રામ વજન વર્ગમાં થાઇલેન્ડના સિન્સિરીને ૫–૦થી હરાવીને રાઉન્ડ ઓફ ૧૬માં સ્થાન મેળવ્યું છે.
હોકી અને ટેબલ ટેનિસમાં પણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સાં રહ્યું છે. જોકે સ્વિમિંગ, વુશુ અને ટેકબોલમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application