BREAKING NEWS

રાજકોટમાં મની પ્લસના સંચાલક અલ્પેશ દોંગાની ઓફિસે ક્રાઇમ બ્રાંચની સઘન તપાસ

  • September 25, 2026 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્યાજે રકમ આપી ખેડૂતોની જમીન લખાવી લેનાર મની પ્લસ પેઢીના સંચાલક અલ્પેશ દોંગા સામે પોલીસે કાનુની ગાળીયો મજબુત બનાવવા કમર કસી છે. જેના ભાગરૂપે મની પ્લસ પેઢીના સંચાલક અલ્પેશ દોંગા સામે અલગ-અલગ પોલીસ મથકોમાં અલ્પેશ સામે ગંભીર ગુનાઓ નોંધાયા બાદ રૂરલ પોલીસની સાથે શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસમાં ઝંપાલવ્યું છે.મોડી રાત્રે એક અલ્પેશ દોંગાની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને વ્યાજખોરીના નેટવર્કના પુરાવા મળ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.


પ્રાપ્ત માહિતી મુજબ, એક દિવસ પહેલા પડધરી પોલીસ મથકમાં અલ્પેશ દોંગા સામે ગુનો નોંધાયા બાદ રૂરલ પોલીસ તપાસ માટે શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી 'આર.કે. પ્રાઈમ'માં અલ્પેશ દોંગાની મની પ્લસ પેઢીની મુખ્ય ઓફિસે તપાસમાં આવી હતી. ત્યારે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઈમ ભરત બસીયાની રાહબરીમાં પીઆઈ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર અને પીએસઆઇ સી.બી.જાડેજા અને ટીમે પણ મોડી રાત્રે આ ઓફિસમાં તપાસ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કલાકો સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.


અલ્પેશ દોંગાની વ્યાજની જાળમાં ફસાયેલા સૌરાષ્ટ્રભરના અસંખ્ય લોકોનું એક મોટું લિસ્ટ પણ પોલીસના હાથે લાગ્યું છે. આ લિસ્ટમાં કેટલા લોકોએ પોતાની કિંમતી જમીનો અને મકાનો ગુમાવ્યા છે તેની વિગતો હોવાની આશંકા છે. કબજે કરાયેલા દસ્તાવેજોના આધારે પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.


અલ્પેશ દોંગા માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં મજબૂર લોકોને ઊંચા વ્યાજે નાણાં ધીરવા માટે જાણીતો છે. વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને દેવાદાર લોકોને ડરાવી-ધમકાવી તેમની કરોડોની કિંમતી જમીનો પોતાના કે પોતાના મળતિયાઓના નામે લખાવી લેવાની તેની મોડસ ઓપરેન્ડી હતી. ભૂતકાળમાં તેની સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી, ધાક-ધમકી અને વ્યાજખોરીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ત્યારે આગામી દિવસોમાં તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application