BREAKING NEWS

ઈરાને અમેરિકા સાથે વાટાઘાટો માટે સાત શરતો મુકી

  • September 21, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને અમેરિકા સાથે વાતચીત શ કરવા માટે ૭ શરતો જાહેર કરી છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિકયુરિટી કાઉન્સિલના સચિવ મોહસેન રેઝાઈએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે જો અમેરિકા આ સંકટમાંથી બહાર નીકળવા માંગે છે તો તેણે ઈરાનના અધિકારો અને શરતો સ્વીકારવી પડશે.
રેઝાઈએ અલ જઝીરાને જણાવ્યું કે ઈરાનની મુખ્ય શરતોમાં તમામ મોરચે યુદ્ધનો અંત, ઈરાનની ફ્રોઝન સંપત્તિ મુકત કરવી અને અમેરિકાની નૌકાદળનીનાકાબંધી દૂર કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમેરિકાએ ઈરાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવી, ઈરાનના વિરોધીઓ સાથે સહયોગ બધં કરવો અને ઈરાનની ધરતી સામે કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહી રોકવી પડશે.
ઈરાનના જણાવ્યા મુજબ કતાર અને પાકિસ્તાનના મધ્યસ્થીઓ મારફતે આ શરતો અમેરિકાને પહોંચાડવામાં આવી છે. હવે ઈરાન અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જવાબની રાહ જોઈ રહ્યું છે. રેઝાઈએ સ્પષ્ટ્ર કહ્યું કે પહેલા અમેરિકાએ ઈરાનની શરતોનો અમલ કરવો પડશે અને ત્યાર બાદ જ વાતચીત શ થઈ શકે.
રેઝાઈએ કહ્યું કે ઈરાન હાલમાં પરમાણુ હથિયારો અંગે પોતાની ધાર્મિક નીતિ પર પ્રતિબદ્ધ છે. જોકે, અમેરિકા કેવું વર્તન કરે છે તેના આધારે ઈરાન પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવું કે નહીં તે અંગે વિચાર કરી રહ્યું છે.દરમિયાન યમનના હતી બળવાખોરો અને સાઉદી અરેબિયા વચ્ચે પણ તણાવ વધ્યો છે. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધન અનુસાર હતીઓએ રિયાધ તરફ બેલેસ્ટિક મિસાઇલ છોડું હતું, જેને સાઉદી એર ડિફેન્સે અટકાવી નષ્ટ્ર કરી દીધી. યમનની આંતરરાષ્ટ્ર્રીય માન્ય સરકારએ આ હત્પમલાની નિંદા કરી અને ઈરાન પર હતીઓને સૈન્ય સહાય આપવાનો આરોપ લગાવ્યો.
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેમ્પ ડેવિડમાં પોતાનો સાહાંતનો કાર્યક્રમ ટૂંકાવીને શનિવારે જ વ્હાઇટ હાઉસ પરત ફર્યા. તેમના વહીવટીતત્રં દ્રારા આ નિર્ણયનું સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
આ દરમિયાન અહેવાલો અનુસાર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ટ્રમ્પને હતી બળવાખોરો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. જોકે, અમેરિકાએ હાલ સીધી સૈન્ય દખલગીરી કરવાની કોઈ યોજના ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.હોર્મુઝ અને બાબ અલ–મંદબ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગેામાં વધતા તણાવને કારણે વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠા પર પણ અસર થવાની ચિંતા વધી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application