મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, મંગળવારે ઈરાનના ચલણ 'રિયાલ'માં ફરી એકવાર રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો હતો. તેહરાનમાં વેપારીઓએ એક યુએસ ડોલરના બદલામાં ૨૫ લાખ (૨.૫ મિલિયન)થી વધુ રિયાલની આપ–લે કરી હતી. આ બાબત સ્પષ્ટ્ર સંકેત આપે છે કે મધ્ય પૂર્વના સંઘર્ષે ઈરાનની અર્થવ્યવસ્થાને કેટલી હદે નબળી પાડી છે.
અગાઉ ૨ સપ્ટેમ્બરના રોજ રિયાલનો ભાવ ઘટીને પ્રતિ ડોલર ૨૨ લાખ રિયાલના સ્તરે પહોંચ્યો હતો. માત્ર ૨૭ દિવસ બાદ, આ ચલણે ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સંઘર્ષ શ થયો ત્યારથી ઈરાની ચલણ સતત નવા નીચલા સ્તરે પહોંચી રહ્યું છે. ચલણના મૂલ્યમાં આ ઘટાડો એવા સમયે થયો છે યારે ઈરાનની અર્થવ્યવસ્થા પ્રતિબંધો, વેપારમાં અવરોધો અને સંઘર્ષને કારણે ઊભા થયેલા પ્રાદેશિક તણાવના વધતા દબાણનો સામનો કરી રહી છે.
દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું છે કે અમેરિકા સાથેની પરોક્ષ વાતચીત હવે વધુ ગંભીર તબક્કે પહોંચી છે. આ ચર્ચાઓનો મુખ્ય મુદ્દો વ્યૂહાત્મક રીતે અત્યતં મહત્વપૂર્ણ ગણાતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાનો છે. અરાગચીએ ઈરાની મીડિયાને કહ્યું કે કતારી મધ્યસ્થીઓ ટૂંક સમયમાં આ બાબતે અમેરિકા પક્ષ સાથે ફરીથી ચર્ચા શ કરશે. તેમના જણાવ્યા અનુસાર, અમેરિકાનો પ્રતિસાદ મળ્યા બાદ તેહરાનમાં આગળના પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે.
અરાગચીએ ન્યૂયોર્કથી રવાના થતા પહેલાં આ નિવેદન આપ્યું હતું. તેઓ સંયુકત રાષ્ટ્ર્ર મહાસભાના સત્રમાં ભાગ લેવા માટે ન્યૂયોર્કમાં હતા, જે દરમિયાન તેમણે પાકિસ્તાન અને કતારના મધ્યસ્થીઓ સાથે મુલાકાત કરી હતી. અમેરિકા અને પ્રાદેશિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મધ્યસ્થીઓ ઈરાન અને અમેરિકા વચ્ચે દુશ્મનાવટનો અતં લાવવા અને હોરમૂઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવા માટે સમજૂતી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અઠવાડિયાની શઆતમાં ઈરાનનો એક પ્રસ્તાવ ફગાવી દીધો હતો, જેમાં અમેરિકા દ્રારા લાદવામાં આવેલી નાકાબંધી હટાવવી, ઈરાનની ફ્રીઝ કરાયેલી સંપત્તિ મુકત કરવી અને ઈરાની તેલના વેચાણ પરના પ્રતિબંધો હળવા કરવા જેવી કેટલીક શરતોનો સમાવેશ થતો હતો. ઈરાને પ્રસ્તાવ મૂકયો હતો કે જો આ શરતો પર સમજૂતી થાય, તો તે સાત દિવસની અંદર હોરમૂઝની સામુદ્રધુની ફરીથી ખોલી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application