જૂનાગઢમાં રહેતા પ્રૌઢ ઘરમાં ઘુસી આવેલા શ્વાનને તગેડવા જતા સીડી ઉપરથી પટકાતા ગંભીર ઇજા થવાથી રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં વંથલી રોડ પર મધુરમ કામનાથનગરમાં રહેતા નરશીભાઈ બેચરભાઈ ખોરાસીયા (ઉ.વ.69)નામના પ્રૌઢ મંગળવારના રોજ ઘરે હતા ત્યારે ઉપરના માળેથી સીડીએથી નીચે પટકાતા માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે પ્રથમ જૂનાગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગત રાત્રીના મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જૂનાગઢ પોલીસને જાણ કરી હતી.
,મૃતક એસટીના નિવૃત કંડકટર હતા અને સાત ભાઈ બે બહેનમાં વચેટ હતા અને સંતાનમાં એક પુત્ર છે, પરિવારના કહેવા મુજબ ઘરમાં શ્વાન ઘુસી જતા તેને તગેડવા માટે જતા સીડી ઉપરથી પગ લપસી જતા બનાવ બન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application