BREAKING NEWS

પડધરીના મોવીયામાં માતા-પુત્રને ધોકાથી મારમાર્યો

  • September 30, 2026 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરીના મોવિયામાં બે પક્ષ વચ્ચે ધોકા વડે સામસામે મારમારવા આવતા બંને પક્ષના બે વ્યક્તિને ઇજા થતા રાજકોટ સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોવિયામાં બાપાસીતારામ ચોક પાસે રહેતા હનિફાબેન ગુલમહમદભાઈ હાલપોત્રા (ઉ.વ.55) અને તેમનો પુત્ર ઈમ્તિયાઝ (ઉ.વ.34) બંને ઘર પાસે હતા ત્યારે ગોવિંદ ભીલ, વેરશી ભીલ, થોભણે ઝગડો કરી ધોકા વડે હુમલો કરતા બંને માતા-પુત્રને ઇજા થતા પડધરી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા હનિફાબેનને વધુ ઇજા થવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હનિફાબેનના કહેવા મુજબ દીકરો ઈમ્તિયાઝ રિક્ષા લઇ ઘરે આવતો હતો ત્યારે ગોવિંદ , વેરશી અને થોભણે રિક્ષા રોકાવી ગાળાગાળી કરી ધોકા વડે મારમારતા દેકારો થવાથી હું બહાર નીકળી હતી અને પુત્રને છોડાવવા વચ્ચે પડતા મને પણ ધોકાથી મારમાર્યો હતો. શખ્સો દારૂ પી ને ખેલ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.જયારે સામાપક્ષે ગોવિંદભાઇ રાયમલભાઈ ચૌહાણ (ઉ.વ.47)ના આધેડ પોતાને પ્રફુલ, હબીબ સહિતે ધોકા વડે મારમારતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા . પોલીસે બંને પક્ષના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application