BREAKING NEWS

રાજકોટ યાર્ડમાં નવી મગફળીની આવકના શ્રીગણેશ: મણનો ભાવ રૂ.1300થી 1700

  • September 17, 2026 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવકના શ્રી ગણેશ થઇ ગયા છે અને હરરાજીમાં ગુણવત્તા અનુસાર પ્રતિ મણ દીઠ રૂ.૧૩૦૦થી ૧૭૦૦ના ભાવે સોદા શરૂ થયા છે. સામાન્ય રીતે નવરાત્રિથી નવી મગફળીનો પાક બજારમાં ઠલવાતો હોય છે પરંતુ આ વર્ષે અધિક માસ આવ્યો હોય તેમજ પર્યાપ્ત વરસાદ વરસ્યો ન હોય મગફળીનો પાક વ્હેલો બજારમાં ઠલવાઇ રહ્યો છે.

વિશેષમાં યાર્ડના વર્તુળોના જણાવ્યા મુજબ આજે મગફળી જાડીની ૨૦૦ ક્વિન્ટલની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ ૧૨૧૧થી ૧૬૬૦ રહ્યો હતો. જ્યારે મગફળી ઝીણીમાં ૪૦૦ ક્વિન્ટલની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૧૨૦૫થી ૧૬૬૫ સુધી રહ્યો હતો. નવી મગફળીમાં ૧૩૦૦ શરૂ કરીને ટોપ ક્વોલિટીમાં રૂ.૧૭૦૦ સુધીના ભાવે સોદા પડ્યા હતા. હાલ ઝીણી મગફળીમાં રોહિણી, ૨૪ નંબર અને ૩૮ નંબરની આવક વધુ છે. જો કે વરસાદના અભાવે આ વર્ષે ઉત્પાદનમાં ગાબડું પડ્યું છે. વ્હેલા વાવેતરની મગફળી બજારમાં ઠલવાઇ રહી છે. હાલ રાજકોટ જિલ્લા ઉપરાંત હળવદ પંથકમાંથી આવક થઇ રહી છે.


આ ઉપરાંત શાકભાજી વિભાગમાં લીલી મગફળીની પણ ધૂમ આવક થઇ રહી છે, આજે લીલી મગફળીની ૧૯૪ ક્વિન્ટલની આવક સામે પ્રતિ મણનો ભાવ રૂ.૫૦૭થી ૮૧૧ સુધી રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application