BREAKING NEWS

ખંભાતમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, ત્રણ પોલીસ જવાનો ઘાયલ

  • September 29, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આણંદ જિલ્લાના ખંભાતમાં પાધરિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે  તડીપાર અને પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકેલા નાસતા-ફરતા ગુનેગાર અક્ષય ઉર્ફે લલ્લો ચુનારાને પકડવા માટે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી તે જ સમયે સ્થાનિક લોકોનું ઉશ્કેરાયેલું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને કાયદો હાથમાં લઈને પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો  હતો. જેમાં ત્રણ પોલીસ જવાન ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. 

અચાનક થયેલા આ હિંસક હુમલાને કારણે વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારામાં પોલીસ કાફલાના ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.  અરાજકતાનો પૂરો લાભ ઉઠાવીને મુખ્ય આરોપી અક્ષય ઉર્ફે લલ્લો પોલીસ કબ્જામાંથી છટકીને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. 
 
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. ઇન્ચાર્જ ડીવાયએસપી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો વિશાળ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર પાધરિયા પંથકને કોર્ડન કરીને ઘેરાબંધી કરી હતી અને કડક સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસે આ હુમલામાં સામેલ અને અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારા કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરી લીધી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. હુમલાખોરો સામે સરકારી કામમાં રુકાવટ અને હિંસા આચરવા બદલ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application