BREAKING NEWS

એલપીજીની જેમ હવે સીએનજી ઘર સુધી પહોંચાડવાની તૈયારી

  • September 28, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં સીએનજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને હવે એલપીજીની જેમ સીએનજીને પણ ઘર અથવા જરિયાતવાળા સ્થળો સુધી પહોંચાડવાની દિશામાં તૈયારી શ કરવામાં આવી છે. મોબાઇલ સીએનજી કન્સેપ્ટ હેઠળ સીએનજી પપં સુધી વાહન લઈ જવાની જગ્યાએ ખાસ મોબાઇલ સીએનજી વાહનો દ્રારા ગ્રાહકો અથવા વિવિધ ક્ષેત્રોમાં સીએનજી પહોંચાડવાની વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે. આ માટે ગેસ ડિસ્ટિ્રબ્યુટર્સ અને સીએનજી પપં ડિસ્ટિ્રબ્યુટર્સને જવાબદારી સોંપવાની યોજના છે. વર્ષ ૨૦૨૧માં દિલ્હી–મુંબઈમાં પસંદગીના વાહનો માટે આ પ્રકારનો પાયલટ પ્રોજેકટ શ કરવામાં આવ્યો હતો. હવે તેનો વિસ્તાર કરવાની તૈયારી છે. નવા વિતરણ માળખા હેઠળ હાલમાં મોબાઇલ સીએનજીની સુવિધા મર્યાદિત પ્રકારના વાહનો અને વિસ્તારો સુધી રાખવામાં આવી છે. આગામી તબક્કામાં જરિયાત પ્રમાણે તેનો વિસ્તાર કરવામાં આવી શકે છે.
મોબાઇલ સીએનજીનો ઉપયોગ ખાસ કરીને એવા સ્થળોએ થઈ શકે છે યાં સામાન્ય સીએનજી સ્ટેશન સુધી પહોંચવું મુશ્કેલ હોય. તેમાં ખાણોમાં ઉપયોગ થતા મોટા વાહનો, નદી–સમુદ્રમાં ચાલતા નાવ–જહાજ, મુશ્કેલ વિસ્તારોમાં ભારે ટ્રક અને બહત્પપહિયાં વાહનો, રેલવેના લોકોમોટિવ તથા ટેસ્ટિંગ લેબનો સમાવેશ થાય છે. આંતરિક જળમાર્ગેા પર ચાલતા વાહનો માટે પણ આ સુવિધા ઉપયોગી બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application