હળવદ નગરપાલિકાના રૂ.૧૯ કરોડથી વધુના ફૂટપાથ વીજપોલના કામમાં ‘લોટ, પાણી ને લાકડાંની ચર્ચા
હળવદ નગરપાલિકાના રૂ.૧૯ કરોડથી વધુના ફૂટપાથ વીજપોલના કામમાં ‘લોટ, પાણી ને લાકડાંની ચર્ચા
September 28, 2026 10:41 AM
હળવદ: હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા રૂ.૧૯ કરોડથી વધુના ખર્ચે વીજપોલ ફૂટપાથ અને ડિવાઇડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. કરોડોના ખર્ચે ચાલી રહેલા આ વિકાસકામની ગુણવત્તા સામે હવે સવાલો ઉઠવા પામ્યા છે. શહેરમાં ચાલી રહેલી ચર્ચા અને સ્થાનિક સ્તરે ઉઠેલી ફરિયાદો મુજબ કેટલીક જગ્યાએ કામગીરીમાં ગુણવત્તાના ધોરણો જળવાતા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.ખાસ કરીને નવા બનાવવામાં આવેલા ડિવાઇડરમાં તિરાડો પડવા લાગતાં કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે. બીજી તરફ, ફૂટપાથની કામગીરીમાં જૂના અને તૂટેલા રોડના ભાગો ઉપર જ પેચિંગ કરીને કામ ચલાવવામાં તો કેટલીક જગ્યાએ જુના તોડેલા રોડનું બુરાણ કરી તેના પર બ્લોક પાથરવાની કામગીરી કોન્ટ્રાક્ટ દ્વારા કરવા કામગીરી કરવામાં આવતી હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. આ રીતે કામગીરી થતી હોવાના આક્ષેપોને કારણે કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલા વિકાસકામની ટકાઉપણું અને ગુણવત્તા અંગે લોકોમાં ચર્ચા તેજ બની છે.કરોડોના કામમાં ગુણવત્તા તપાસની માંગ ઉઠવા પામી છે.સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા કામોની તટસ્થ ગુણવત્તા ચકાસણી કરવામાં આવે અને ઉપયોગમાં લેવાતી સામગ્રી, કામની પદ્ધતિ તથા મંજૂર થયેલા માપદંડો મુજબ કામગીરી થઈ રહી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે.આ સમગ્ર મામલે સક્ષમ તંત્ર સમક્ષ જરૂરી આધાર-પુરાવા સાથે રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં આ મુદ્દે ગાંધીનગર કક્ષાએ રજૂઆત થાય તો કરોડોના આ કામની ગુણવત્તા અંગે સત્તાવાર તપાસનો મુદ્દો પણ ઉઠી શકે છે.કરોડોનો ખર્ચ, પરંતુ કામની ગુણવત્તા સામે સવાલો—હવે તંત્ર દ્વારા હકીકત શું છે તે સ્પષ્ટ કરવું જરૂરી બન્યું છે. જો આક્ષેપો સાચા હોય તો જવાબદારી નક્કી થવી જોઈએ અને જો આક્ષેપો પાયાવિહોણા હોય તો પણ નગરપાલિકાએ ગુણવત્તાના પુરાવા જાહેર કરી લોકોમાં રહેલી શંકા દૂર કરવી જોઈએ.તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઉઠાવ પામી ઉઠવા છે.