શાપરમાં સાત વર્ષની બાળકી પર નજીકના સગામાં થતા શખસે દુષ્કર્મ આચાર્યાની ધ્રુવનાસ્પદ ઘટના બની છે. મૂળ બિહારના વતની પરિવારની સાત વર્ષની દીકરી ગઈકાલે બપોરના સમયે ઘરે એકલી હતી. ત્યારે અહીં પાડોશમાં જ રહેતો સંબંધી ઘરે ધસી આવ્યો હતો અને બાળકીની એકલતાનો લાભ લઇ તેના પર દુષ્કર્મમાં આચર્યું હતું. જે અંગે બાળકીના વાલી દ્વારા શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાત વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચારનાર આરોપી ખુદ બે સંતાનનો પિતા હોવાનું માલુમ પડ્યું છે. નરાધમના આ વિકૃત કૃત્યથી ફિટકારની લાગણી વરસી જવા પામી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપરમાં રહેતા મૂળ બિહારના વતની પરિવારની સાત વર્ષની દીકરી પર તેમના જ નજીકના સગા એવા શખસે દુષ્કર્મ આચર્યા અંગે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે શાપર પોલીસે દુષ્કર્મ અને પોકસો એટક હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ, પરિવાર અહીં કંપનીમાં મજૂરી કામ કરે છે તેને સંતાનમાં સાત વર્ષની પુત્રી છે. ગઈકાલ બપોરના સમયે પતિ-પત્ની સહિતના પરિવારજનો કામ માટે ગયા હતા અને બાળકી ઘરે એકલી હતી. પરિવાર કામેથી પરત આવ્યા બાદ બાળકી ગુમસૂમ હોય તેની સાથે કંઈક અજુગતુ બન્યાની શંકા ગઈ હતી. જેથી માતા-પિતાએ બાળકીને આ બાબતે પૂછતા આ માસુમે પોતાની સાથે ઘટેલી આપવીતી જણાવવી હતી જે જાણી બાળકીના માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
ફરિયાદીના નજીકના સગામાં થતા અને મૂળ બીહારના વતની હાલ શાપરમાં જ રહેતા નરાધમે ગઈકાલ બપોરના સમયે બાળકી ઘરે એકલી હતી ત્યારે ઘરમાં ઘૂસી જઇ બાળકીની એકલતાનો લાભ લઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે વાત બાળકે પરિવારજનોને જણાવ્યા બાદ પરિવાર તુરંત શાપર પોલીસ મથકે દોડી ગયો હતો. અને બાદમાં આ હકીકત પોલીસને જણાવતા પોલીસે નરાધન સામે ગુનો નોંધી તેને સકંજામાં લીધો હતો.
શાપર પોલીસ મથકના પીઆઇ આર.બી. રાણાની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સાત વર્ષની બાળકી પર બદકામ કરનાર આરોપી ખુદ બે સંતાનનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.