BREAKING NEWS

રાજકોટ કલેકટરના અધ્યક્ષસ્થાને આયોજિત લેન્ડગ્રેબિંગની બેઠકમાં સાત કેસનો નિકાલ

  • September 21, 2026 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ કલેકટરના અધ્યક્ષ સ્થાને લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કુલ ૩૦ જેટલા કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમાંથી સાત જેટલા કેસોનો નિકાલ કરાયો છે. તેમજ એક કેસને પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.રાજકોટ કલેકટર કચેરી ખાતે શનિવાર તા. ૧૯ના રોજ કલેકટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જિલ્લ ામાં સરકારી તેમજ ખાનગી જમીન પર ગેરકાયદે કબજા અંગે રજૂ થયેલા કેસોની સમીક્ષા અને સુનાવણી માટે મળેલી આ બેઠકમાં કુલ આશરે ૩૦ કેસો હાથ ધરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન કમિટી સમક્ષ રજૂ થયેલા વિવિધ કેસોમાં અરજદારો તથા સંબંધિત પક્ષકારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. દસ્તાવેજો અને ઉપલબ્ધ પુરાવાઓની ચકાસણી બાદ કમિટી દ્રારા કેસોની સ્થિતિ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આશરે ૭ કેસોમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં તેનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. યારે સુનાવણી દરમિયાન આશરે ૨૨ કેસો અંગે આગળની કાર્યવાહી જરી ન જણાતા અથવા ઉપલબ્ધ વિગતોના આધારે કેસો ડ્રોપ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક કેસ અંગે નિર્ણય હાલ બાકી રાખી તેને પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં જમીનના ગેરકાયદે કબજા અંગેની ફરિયાદોનું કાયદેસર રીતે નિરાકરણ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને સરકારી જમીન પર થયેલા કથિત દબાણો તથા ખાનગી જમીનના વિવાદોમાં રજૂ થયેલા દાવા–પ્રતિદાવાની તપાસ બાદ નિર્ણય લેવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application