BREAKING NEWS

લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં તોફાનો બાદ સ્થિતિ કાબૂમાં, વર્ગેા ૧૦ દિવસ માટે સ્થગિત

  • September 28, 2026 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જલંધરમાં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની વિધાર્થીની પર બળાત્કારના આરોપો બાદ, વિધાર્થીઓનો વિરોધ એટલો હિંસક બન્યો કે પોલીસે તેમને રોકવા માટે લાઠીચાર્જ કરવો પડો. તેમણે જલંધર–ફગવાડા હાઇવે ૨૦ કલાક સુધી અવરોધિત કર્યેા, જેના કારણે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો.રાતભર આગજની અને તોડફોડ ચાલુ રહ્યા બાદ હવે પરિસ્થિતિ કાબુમાં આવી શકી છે. બીજી તરફ તંત્રે ૧૦ દિવસ માટે વર્ગેા સ્થગિત કરી દીધા છે જેના પગલે વાલીઓ પોત પોતાના સંતાનોને લેવા આવી રહ્યા છે.
તાજેતરના અહેવાલો અનુસાર, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના વિધાર્થીઓ ઘરે પરત ફરી રહ્યા છે. વધતી હિંસાને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટીએ ૧૦ દિવસ માટે નિયમિત વર્ગેા સ્થગિત કર્યા. પરિણામે, વિધાર્થીઓ ઘરે પરત ફરી રહ્યા છે.પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ, વાલીઓ તેમના બાળકોને લેવા યુનિવર્સિટી પહોંચ્યા. મોટી સંખ્યામાં વિધાર્થીઓ તેમના પરિવારો સાથે, યુનિવર્સિટીની બહાર, તેમનો સામાન લઈને ઘરે જતા જોવા મળ્યા. વિધાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શનોને પગલે, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીએ ૨૮ સપ્ટેમ્બરથી ૧૦ દિવસ માટે નિયમિત વર્ગેા સ્થગિત કર્યા છે. બીજી તરફ અજાણ્યા ૫ વ્યકિતઓ પાસેથી વોકી–ટોકી મળી આવી છે, જેમની ધરપકડ કરવામાં આવી છે. લવલલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં વિધાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે, ૨૭મી બટાલિયનના કમાન્ડન્ટ ગુરમીત કૌરે જણાવ્યું હતું કે, અમે પાંચ યુવાનોની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક સિકલ અને એક વોકી–ટોકી મળી આવી છે. હવે તેમને અટકાયતમાં લેવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application