BREAKING NEWS

એઆઈના વધતા ઉપયોગના કારણે સ્ટાર્ટઅપ્સના કલાઉડ ખર્ચમાં બે વર્ષમાં બમણો વધારો નોંધાયો

  • September 29, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેની સાથે એઆઈ મોડલ ચલાવવા, ડેટા પ્રોસેસ કરવા અને જીપીયુ આધારિત કમ્પ્યુટિંગની જરિયાત પણ વધી છે. પરિણામે ભારતીય સ્ટાર્ટઅપ્સના કલાઉડ ખર્ચમાં છેલ્લા બે વર્ષમાં મોટો વધારો થયો છે. કેટલીક કંપનીઓ માટે આ ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે.
અહેવાલ મુજબ, બે વર્ષ પહેલાં ગ્રોથ–સ્ટેજ સ્ટાર્ટઅપ્સનો માસિક કલાઉડ ખર્ચ લગભગ ૮થી ૨૦ લાખ પિયા હતો. હવે આ ખર્ચ વધીને ૧૮થી ૪૫ લાખ પિયા પ્રતિ મહિના સુધી પહોંચી ગયો છે. એટલે કે માસિક ખર્ચમાં આશરે ૧૦થી ૨૫ લાખ પિયાનો વધારો થયો છે.
મોટા અને એન્ટરપ્રાઇઝ સ્તરના સ્ટાર્ટઅપ્સ પર પણ તેની અસર જોવા મળી રહી છે. બે વર્ષ પહેલાં આ કંપનીઓનો માસિક કલાઉડ ખર્ચ ૫૦થી ૮૦ લાખ પિયા હતો, જે હવે વધીને ૮૦થી ૧૫૦ લાખ પિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે કેટલીક કંપનીઓનો માસિક ખર્ચ ૩૦થી ૭૦ લાખ પિયા સુધી વધ્યો છે.
એઆઈ મોડલને તાલીમ આપવા અને ચલાવવા માટે સામાન્ય કમ્પ્યુટિંગ કરતાં ઘણી વધારે ક્ષમતાની જર પડે છે. ખાસ કરીને જીપીયુ આધારિત કમ્પ્યુટિંગનો ખર્ચ વધુ હોય છે. સ્ટાર્ટઅપ્સ પોતાના ઉત્પાદનો અને સેવાઓમાં જનરેટિવ એઆઈ તથા અન્ય એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ વધારી રહ્યા હોવાથી કલાઉડ બિલ પણ વધી રહ્યું છે.
કલાઉડ ખર્ચમાં માત્ર ૮થી ૧૦ ટકાનો વધારો પણ શઆતના તબક્કાના સ્ટાર્ટઅપના કુલ ખર્ચને ૧૮થી ૨૫ ટકા સુધી વધારી શકે છે, એવું નિષ્ણાતોનું કહેવું છે. જીપીયુ પર વધુ નિર્ભર કંપનીઓ પર તેની અસર વધુ પડી શકે છે. કલાઉડ બિલ દર મહિને લાખો પિયા વધે તો પ્રોડકટ ડેવલપમેન્ટ, નવી ભરતી અને માર્કેટિંગ માટે ઉપલબ્ધ મૂડીમાં ઘટાડો કરવો પડી શકે છે.
વધતા ખર્ચને નિયંત્રિત કરવા માટે સ્ટાર્ટઅપ્સ વિશિષ્ટ્ર કલાઉડ ઓપ્ટિમાઇઝેશન કંપનીઓની મદદ લઈ રહ્યા છે. કેટલાક સ્ટાર્ટઅપ્સ થર્ડ–પાર્ટી વેન્ડર્સનો ઉપયોગ કરીને કલાઉડ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલીક કંપનીઓએ એઆઈ વર્કલોડ માટે નવા ઓપન–વેઇટ મોડલ અને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ ઉપયોગ શ કર્યેા છે.
એક લોજિસ્ટિકસ કંપનીએ છેલ્લા એક વર્ષમાં પોતાના કલાઉડ ખર્ચમાં ૩૦થી ૩૫ ટકા સુધી ઘટાડો કર્યેા હોવાનું જણાવાયું છે. બીજી એક પ્રોપટેક કંપનીએ છેલ્લા ૨૪ મહિનામાં એઆઈના ઉપયોગની કિંમતમાં ૮૦ ટકા સુધી ઘટાડો કર્યેા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application