જસદણ તાલુકા કક્ષાની ઍથ્લેટીક્સ સ્પર્ધામાં જુનાપીપળીયા શાળાના બાળકો વિજેતા થયા
જસદણ તાલુકા કક્ષાની ઍથ્લેટીક્સ સ્પર્ધામાં જુનાપીપળીયા શાળાના બાળકો વિજેતા થયા
October 02, 2026 10:02 AM
જસદણ તા. ૨ : જસદણ તાલુકા કક્ષાની ઍથ્લેટીક્સ સ્પર્ધામાં જુનાપીપળીયા શાળાના બાળકો વિજેતા થયા હતા.ખેલમહાકુંભ-2026માં જસદણ તાલુકા કક્ષાની ઍથ્લેટીક્સ સ્પર્ધામાં જુનાપીપળીયા તા.શાળાના બાળ ખેલાડીઓ જળક્યા હતા. જેમાં ચમકા લલિતા અંડર-11 સ્ટે.બ્રોડ જમ્પમાં દ્વિતીય, ડાવર પુજા બ્રોડ જમ્પમાં તૃતિય, મોરી કવિતા 100મી.દોડમાં પ્રથમ અને લાંબીકૂદમા દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત રાવત રિતેશ અંડર-11 સ્ટે.બ્રોડ જમ્પમાં પ્રથમ સ્થાન અને પણસાળા નિવ-દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. અંડર-9 સ્ટે.બ્રોડ જમ્પમાં કલસિયા કૈલાસ પ્રથમ સ્થાન અને રાદડિયા પૂ્ર્વ તૃતીય સ્થાન તથા અંડર-9 30મી.દોડમાં કલસિયા કૈલાસ પ્રથમ સ્થાન અને અંડર-11 50મી.દોડમાં રાવત રિતેશે પ્રથમ સ્થાન મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાર્યુ હતું.