બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે નિયમ બનાવવા સુપ્રીમનો આદેશ
બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે નિયમ બનાવવા સુપ્રીમનો આદેશ
September 29, 2026 02:21 PM
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સગીરો દ્રારા સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ અંગે વૈધાનિક સુરક્ષા પ્રણાલી બનાવવાની સંભાવના પર વિચાર કરવા જણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ્ર કયુ છે કે બાળકોની સુરક્ષા સંબંધિત પગલાં માત્ર માર્ગદર્શિકા સુધી મર્યાદિત ન હોવા જોઈએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય ડિજિટલ સેવાઓનું સોટવેર પણ ભારતીય કાયદાનું પાલન કરતું હોવું જોઈએ.ખંડપીઠે આ ટિપ્પણી 'જસ્ટ રાઈટસ ફોર ચિલ્ડ્રન એલાયન્સ' દ્રારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુનાવણી દરમિયાન કરી હતી. પિટિશનમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્રારા સોશિયલ મીડિયાના ઉપયોગ માટે અસરકારક સુરક્ષાની માંગ કરવામાં આવી છે અને ડિજિટલ પ્લેટફોર્મ પર મુકતપણે સગીરો સાથે કરાર કરવા પર પ્રતિબધં મૂકવો જોઈએ