BREAKING NEWS

સ્પામ કોલ્સમાંથી મળશે મુક્તિઃ ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને એઆઈ દ્વારા માર્ક સ્પામ કોલર્સ સામે પગલાં લેવાની મંજૂરી આપી

  • September 29, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ટેલિકોમ નિયામક ઓથોરિટી (ટ્રાઈ)એ વારંવાર આવતા અવાંછિત અને હેરાન કરનારા સ્પામ કોલ્સ પર રોક લગાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિયમો મુજબ, ટેલિકોમ ઓપરેટરો હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને મશીન લર્નિંગ આધારિત સિસ્ટમની મદદથી સ્પામર્સની જાતે જ ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરી શકશે. આ માટે ગ્રાહકોએ અલગથી કોઈ ફરિયાદ કરવાની પણ જરૂર રહેશે નહીં.  ટ્રાઈના આ કડક વલણથી દેશના કરોડો મોબાઈલ ગ્રાહકોને રોજના નકામા અને છેતરપિંડી આચરતા સ્પામ કોલ્સથી મોટી રાહત મળશે.

ટ્રાઈ દ્વારા જાહેર કરવામાં આવેલા ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ ગ્રાહક પસંદગી (ત્રીજો સુધારો) નિયમો, 2026 હેઠળ ટેલિકોમ કંપનીઓને સ્પામર તરીકે માર્ક થયેલા નંબરો સામે સીધાં પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિયમો અનુસાર, નિયમોનો વારંવાર ભંગ કરનારા અને સ્પામ કોલ્સ કરતા લોકોનું કેવાયસી ફરીથી ચકાસવામાં આવશે. જરૂર પડે તેમનાં ફોન કનેક્શન એક વર્ષ માટે કાપી નાખવામાં આવશે તેમજ કાયદા અમલીકરણ એજન્સીઓમાં તેમની સામે ફરિયાદ પણ નોંધાવી શકાશે.

નવી પ્રક્રિયા મુજબ, જ્યારે કોઈ ટેલિકોમ ઓપરેટરની એઆઈ સિસ્ટમ દ્વારા કોઈ ઇનકમિંગ કોલને શંકાસ્પદ સ્પામ તરીકે માર્ક કરવામાં આવશે, ત્યારે તે ઓપરેટરે કોલ ઓળખાયાના માત્ર બે કલાકની અંદર તેની સંપૂર્ણ વિગતો ઓરિજિનેટિંગ એક્સેસ પ્રોવાઈડર (જે નેટવર્ક પરથી કોલ શરૂ થયો હતો તે કંપની) સાથે શેર કરવાની રહેશે. આ વ્યવસ્થાથી સ્પામર્સને તાત્કાલિક પકડી પાડવું શક્ય બનશે.

માહિતી મળ્યા બાદ, જે તે મૂળ ટેલિકોમ ઓપરેટરે એક કામકાજના દિવસની અંદર તે કોલ સાથે સંકળાયેલા મોકલનારની ખાસ કેવાયસી વિગતો ચકાસીને અન્ય તમામ ટેલિકોમ કંપનીઓ સાથે શેર કરવી પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application