BREAKING NEWS

ટાટા સન્સનું શેરબજારમાં લિસ્ટિંગ નહીં થાય બે કંપનીઓ મર્જ કરી દેવાનો ટ્રસ્ટનો પ્લાન

  • September 29, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટાટા ગ્રૂપમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉથલપાથલ ચાલી રહી છે. જેના કારણે કંપની ઘણી હેડલાઈન્સમાં રહી છે. દરમિયાન, તાજેતરમાં ટાટા સન્સે એક નવો પ્લાન બનાવ્યો છે જેથી કંપની શેરબજારમાં લિસ્ટેડ ન થઈ શકે.ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એનએફબીસી અને મેજર ઈન્વેસ્ટમેન્ટ કંપનીના નિયમોના દાયરામાં લાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ માટે ટાટા ટ્રસ્ટે ટાટા સન્સના પુનર્ગઠનનો પ્રસ્તાવ મૂકયો છે. ટાટા ટ્રસ્ટસ ટાટા સન્સમાં લગભગ ૬૬% હિસ્સો ધરાવે છે. ટ્રસ્ટે ટાટા સન્સના બોર્ડને આ પ્રસ્તાવ પર વિચાર કરવા અને જરી પ્રક્રિયા શ કરવા જણાવ્યું છે.
આ દરખાસ્ત હેઠળ, ટાટા જૂથની બે કંપનીઓ ટાટા ઇલેકટ્રોનિકસ સિસ્ટમ સોલ્યુશન્સ અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સને ટાટા સન્સમાં મર્જ કરવામાં આવશે. તેનો હેતુ ટાટા સન્સના વ્યવસાય અને નાણાકીય માળખામાં ફેરફાર કરવાનો છે, જેથી મર્જર પછી કંપની એનબીએફસી અથવા સીઆઈસીને લાગુ થતી નિયમનકારી શરતોના દાયરામાં ન આવે. જો કે, મર્જર
પહેલા આરબીઆઈ પાસેથી મંજૂરી લેવી જરી રહેશે.
ટાટા ટ્રસ્ટસ લાંબા સમયથી ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવાની તરફેણમાં નથી. સૂચિત પુન:રચનાનો મહત્વનો ઉદ્દેશ ટાટા સન્સને નોન–લિસ્ટેડ એટલે કે અનલિસ્ટેડ ખાનગી કંપની રાખવાનો છે. ટાટા સન્સમાં પહેલેથી જ બે પ્રકારની વસ્તુઓ છે, એક તરફ ગ્રુપ કંપનીઓમાં રોકાણ અને બીજી તરફ બિઝનેસ. પ્રસ્તાવિત મર્જર બાદ આ જૂનું માળખું ફરી મજબૂત બનશે.
ટાટા સન્સના લિસ્ટિંગ અને કંપનીના મેનેજમેન્ટને લઈને ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સના બોર્ડ વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. નોએલ ટાટાના નેતૃત્વ હેઠળનું ટ્રસ્ટ ટાટા સન્સને અનલિસ્ટેડ રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. જુલાઈ ૨૦૨૫ માં, ટાટા ટ્રસ્ટના બંને વડાઓએ સર્વસંમતિથી કંપનીને બિન–સૂચિબદ્ધ ખાનગી કંપની રાખવાના પ્રયાસો ચાલુ રાખવાનો પ્રસ્તાવ પસાર કર્યેા હતો.તે જ સમયે, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને પણ વિવાદ થયો હતો. તેણે ઓગસ્ટમાં કહ્યું હતું કે તે ફેબ્રુઆરી ૨૦૨૭ પછી બીજી મુદત માટે દાવો નહીં કરે. આમ છતાં, ૧૭ સપ્ટેમ્બરે ટાટા સન્સના બોર્ડે તેમને વધુ પાંચ વર્ષની મુદત આપવાનો નિર્ણય કર્યેા. નોએલ ટાટાએ તેનો વિરોધ કર્યેા હતો. બાદમાં ટ્રસ્ટે કહ્યું કે તે કંપનીના નિયમો અનુસાર નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application