BREAKING NEWS

આટકોટ હાઈસ્કૂલ ખાતે રામકૃષ્ણ મિશન સંસ્થા રથનું સ્વાગત કરવામાં આવ્યું

  • September 22, 2026 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી રામકૃષ્ણ મિશન આશ્રમ- રાજકોટ આ સંસ્થાની સ્થાપનાના આવતા વર્ષે સો વર્ષ પૂર્ણ થાય છે. તે સંદર્ભમાં વિવેક ગ્રંથ યાત્રા એક વર્ષ દરમિયાન અલગ અલગ 100 ગામોમાં જવાની છે. આજરોજ વિવેક ગ્રંથ રથ સંસ્થામાં આવેલ... તે પ્રસંગે પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ નું પૂજન, સ્વાગત ,સંભાષણ, પુસ્તક પ્રચાર, વિચાર વિસ્તાર વગેરે કાર્યક્રમો થયા.. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં વિવેકાનંદજીના વિચારોનું વાવેતર કર્યું..રથ સાથે જોડાયેલ વાનપ્રસ્થ મિત્રો ખાસ  કૌશિકભાઈ ગોસ્વામી જેમણે પોતાની આગવી શૈલીમાં માં ખૂબ જ સુંદર અને પ્રભાવક પ્રવચન કર્યું. સાથે સંસ્થાના ટ્રસ્ટી શ્ધીરુભાઈ કાનાણી ની ઉપસ્થિતિ. શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓએ આ રથ નું ભવ્ય સ્વાગત કર્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application