ટ્રમ્પે ઈરાનને પ્રતિબંધોમાં રાહત આપવાની ઓફર કરી હોવાના અહેવાલોને ફગાવ્યા
ટ્રમ્પે ઈરાનને પ્રતિબંધોમાં રાહત આપવાની ઓફર કરી હોવાના અહેવાલોને ફગાવ્યા
September 29, 2026 12:16 PM
અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અમેરિકી પ્રતિબંધોમાં રાહત કે ફ્રીઝ કરાયેલા નાણાં પરત કરવાની ઓફર કરી હોવાના અહેવાલોને ફગાવી દીધા છે. આ મામલે અમેરિકી અને ઈરાની પક્ષના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને સમા કરવા માટે બંને દેશો વચ્ચે વાતચીતના પ્રયાસો ચાલી રહ્યા છે. એકિસઓસના અહેવાલમાં અજ્ઞાત અમેરિકી અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે કેટલાક નક્કર પગલાંના બદલામાં પ્રતિબંધોમાં રાહત અને ફ્રીઝ કરાયેલા ઈરાની નાણાં છોડવા તૈયાર છે. જોકે, ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ અહેવાલને અફવા ગણાવ્યો અને કહ્યું કે તેમણે ઈરાનને કંઈપણ ઓફર કયુ નથી. બીજી તરફ, ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે સ્વીકાયુ કે અમેરિકી અધિકારીઓએ સોમવારે ઈરાનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકા મોટી જીતની નજીક છે અને વાતચીત ઝડપથી આગળ વધી શકે છે.આ દરમિયાન કતાર અને અન્ય પ્રાદેશિક મધ્યસ્થીઓ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત ફરી શ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સોમવારે ન્યૂયોર્કમાં કતારી મધ્યસ્થીઓ સાથે મુલાકાત કરવાના હતા.