BREAKING NEWS

આંતરરાષ્ટ્ર્રીય ફોજદારી અદાલત પર પ્રતિબંધની ટ્રમ્પ દ્રારા તૈયારી

  • September 21, 2026 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્ર  આંતરરાષ્ટ્ર્રીય ફોજદારી અદાલત એટલે કે આઈસીસી સામે અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યું છે.એક અહેવાલ મુજબ, યુએસ અધિકારીઓ અને સત્તાવાર દસ્તાવેજો સૂચવે છે કે આ નવા પ્રતિબંધોના અમલીકરણથી હેગ સ્થિત આંતરરાષ્ટ્ર્રીય અદાલતના લગભગ તમામ નાણાકીય વ્યવહારો બધં થઈ શકે છે અને તેને વૈશ્વિક બેંકિંગ સિસ્ટમના મોટા ભાગથી સંપૂર્ણપણે અલગ કરી શકાય છે.અહેવાલ મુજબ, પ્રસ્તાવિત પ્રતિબંધો છ થી સાત મહિનાના સમયગાળામાં લાગુ કરવામાં આવશે. આ પ્રતિબંધો હેઠળ, આઈસીસીને યુએસ ડોલરમાં કોઈપણ વ્યવહારો કરવા પર પ્રતિબધં મૂકવામાં આવશે. જો કે, મૂળભૂત સંદેશાવ્યવહાર સેવાઓ સંબંધિત નાણાકીય વ્યવહારોને મુકિત આપવામાં આવશે. વોશિંગ્ટનમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવકતાએ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કેા બિયોના વલણને પુનરાવર્તિત કયુ કે આઈસીસીની પ્રવૃત્તિઓ યુએસ રાષ્ટ્ર્રીય સાર્વભૌમત્વ માટે સીધો ખતરો છે.ટ્રમ્પ તત્રં આ અઠવાડિયે ન્યૂયોર્કમાં ચાલી રહેલી યુએન જનરલ એસેમ્બલીની બેઠકો દરમિયાન અથવા તેના થોડા સમય પછી આ પ્રતિબંધોને અંતિમ સ્વપ આપી શકે છે. યુએસ અને આઈસીસી વચ્ચેનો આ સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો યારે કોર્ટે ૨૦૨૪ ગાઝા યુદ્ધ દરમિયાન કથિત યુદ્ધ ગુનાઓ માટે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ સામે ધરપકડ વોરટં જારી કર્યા.અમેરિકા કે ઇઝરાયલ બંને આઈસીસી ના સભ્ય દેશો નથી. માર્કેા બિયો દલીલ કરે છે કે આઈસીસી બિન–સભ્ય દેશોના અધિકારીઓ પર કાર્યવાહી કરીને તેના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બિયોએ ચેતવણી પણ આપી છે કે જો જરી હોય તો વહીવટીતત્રં સંસ્થાને ઈંટથી ઈંટ કરીને તોડી પાડશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application