BREAKING NEWS

રાજકોટમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ 9મા માળેથી કૂદી જિંદગી ટૂંકાવી, જન્મ દિવસના આગવા દિવસે પગલું ભરતા પરિવારમાં અરેરાટી

  • September 25, 2026 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્યુસાઇડ કેપિટલ રાજકોટમાં રોજ બરોજ આત્મહત્યાના બે થી વધુ બનાવ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે, ત્યારે રાજકોટના રેલનગરમાં રહેતી પરિણીતા એ માવતરના ઘરે જઈ એપાર્ટમેન્ટના નવમા માળેથી કૂદી આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે, દંપતી વચ્ચે ગૃહ ક્લેશ ચાલતો હોય જેનાથી કંટાળી પગલું ભરી લીધાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે, પરિણીતાનો જન્મ દિવસ હોય તેના આગલા દિવસે આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ સર્જાયો છે. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી કરી હતી.


બનાવની પ્રાપ્ત વિગત રાજકોટમાં રેલનગરમાં પર્લ હોસ્પિટલની પાછળ મધુવન-૧માં રહેતી માનસીબેન મિલનભાઈ આંબલીયા (ઉ.વ.23)ની પરિણીતા એ ગઈકાલે વર્ધમાનનગરમાં વર્ધમાનગ્રીનમાં રરહેતા માવતરના ઘરે હતી ત્યારે એપાર્ટમેન્ટના નવમા માળેથી ઝંપલાવી લેતા પરિવાજનો અને આસપાસના લત્તાવાસીઓ સહિતના દોડી ગયા હતા અને તાકીદે 108 અને પોલીસને જાણ કરી હતી. પરિણીતાને ગંભીર ઇજા થતા એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ જીવ બચી શક્યો ન હતો. બનાવના પગલે યુનીવર્સીટી પોલીસને જાણ થતાપીએસઆઇ એચ.એમ.ચાવડા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો.


આપઘાત કરનાર પરિણીતાના લગ્ન ચાર વર્ષ પહેલાં રેલનગર વિસ્તારમાં રહેતાં મિલન આંબલિયા સાથે થયા હતા. મિલનભાઈ સલૂન ધરાવે છે, લગ્નજીવન દરમિયાન છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે સમય આપવા બાબતે ચડભડ થઇ રહી હતી, પરિણીતાની ફરિયાદ હતી કે પતિ પૂરતો સમય આપતા નથી આ ઝઘડાના કારણે રિસાઈને રેલનગર ખાતે માવતરના ઘરે ચાલી ગઈ હતી અને ત્યાં પગલું ભરી લીધું હતું.

પરણીતાએ આપઘાત કર્યો એના બીજા જ દિવસે તેનો જન્મદિવસ હતો જે હવે શોકસભામાં પરિણમતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application