૨૦૨૬ એશિયન ગેમ્સમાં ભારતે શૂટિંગમાં વધુ એક મેડલ પોતાના નામે કર્યેા છે. ભારતીય મહિલા સ્કીટ ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના મેડલની સંખ્યા આઠ પર પહોંચાડી છે. રાયઝા ધિલ્લોન, પરિનાઝ ધાલીવાલ અને મહેશ્વરી ચૌહાણની ટીમે મહિલા સ્કીટ ટીમ ઇવેન્ટમાં કુલ ૩૩૧ પોઈન્ટ મેળવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટીમના પ્રદર્શનમાં રાયઝા ધિલ્લોન અને પરિનાઝ ધાલીવાલે ૧૨૫માંથી ૧૧૧ પોઈન્ટ મેળવ્યા હતા, યારે મહેશ્વરી ચૌહાણે ૧૦૯ પોઈન્ટ મેળવ્યા હતા. આ પ્રદર્શનના આધારે ભારતે પોડિયમ પર સ્થાન મેળવ્યું અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યેા. મહિલા સ્કીટ ઇવેન્ટમાં ચીને ૩૪૬ પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. યારે કઝાકિસ્તાનની ટીમ બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી. આ સાથે શૂટિંગમાં ભારતના મેડલ ખાતામાં વધુ એક વધારો થયો છે. દરમિયાન ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર મહિલા ૧૦ મીટર એર પિસ્તોલની વ્યકિતગત ઇવેન્ટમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી. મનુએ કવોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. તેથી ફાઇનલમાં પણ તેની પાસેથી મેડલની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. ફાઇનલની શઆત મનુ ભાકરે સારી રીતે કરી હતી અને શઆતના રાઉન્ડમાં તે મેડલની રેસમાં રહી હતી. જોકે, સ્પર્ધાના મધ્યના તબક્કામાં તેના કેટલાક શોટ નિશાન પર ન ઉતરતાં તેની સ્થિતિ મુશ્કેલ બની હતી. નબળા શોટની શ્રેણીના કારણે તે પોડિયમની દાવેદારીમાં પાછળ ધકેલાઈ ગઈ હતી. જોકે, મનુએ અંતિમ રાઉન્ડમાં ફરી એકવાર જોરદાર વાપસી કરવાનો પ્રયાસ કર્યેા હતો. અંતિમ શોટ પહેલાં તે ત્રીજા સ્થાન સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે મેડલની આશા ફરી જીવતં થઈ હતી. પરંતુ અંતિમ શોટ નબળો જતા તે પાંચમા સ્થાને સરકી ગઈ અને મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ. આ રીતે એક તરફ મનુ ભાકર વ્યકિતગત ઇવેન્ટમાં મેડલથી ચૂકી, તો બીજી તરફ રાયઝા ધિલ્લોન, પરિનાઝ ધાલીવાલ અને મહેશ્વરી ચૌહાણની મહિલા સ્કીટ ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના મેડલ અભિયાનમાં મહત્વનો ઉમેરો કર્યેા છે