BREAKING NEWS

રાજકોટમાં કારખાનામાં યુવતીનો ફાંસો ખાઈ આપઘાત, માતાના ઘરે જવું હોય સસરાએ હું આવું પછી જવાનું કહ્યા બાદ પગલું ભર્યું

  • September 25, 2026 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની ગોંડલ ચોકડી નજીક માલધારી ફાટક પાસે, રોલેક્સ રોડ પર આવેલા પ્લાસ્ટિકના કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતી જાગૃતિ પ્રકાશભાઈ બામણીયા (ઉ.વ.18)એ ગઈકાલે પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. જાગૃતિની સગાઈ થઈ ગઈ હતી. તે હાલ પોતાના મંગેતર અને સાસરિયાના સભ્યો સાથે જ રહેતી હતી. 

બનાવના પગલે આજીડેમ પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે ખખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.મૃતક મૂળ દાહોદ પંથકની રહેવાસી હતી. થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. સમાજના રીતરિવાજો મુજબ મંગેતર પતિ સાથે રહેતી હતી. તેણીને માતા-પિતાને મળવા માટે જવું હતું પણ સસરા અંબાજી દર્શને ગયા હોવાથી તે પરત આવ્યા તેણીના માતા પિતાને મળવા જવાનું કહ્યું હતું. જે બાદ પગલું ભરી લીધું હતું. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application