આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટના કાગદડી નજીક માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઈકને ઉલાળતા બાઈક ચાલક યુવકનું ગંભીર ઇજા થવાથી મોત નીપયું હતું. બનાવના પગલે કુવાડવા પોલીસ દોડી ગઈ હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી છૂટો હતો.પ્રા વિગત મુજબ વાછકપર બેડી ગામે રહેતો અશોક બુટાભાઈ ફાંગલીયા (ઉ.વ.૨૧)નો યુવક ગત રાત્રીના આઠેક વાગ્યે ઘરેથી બાઈક લઈને નીકળી કાગડદી ચોકડી નજીક ચા પીવા જતો હતો ત્યારે કાગદડી પાટિયા પાસે પહોંચતા પાછળથી આવતા ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવક રોડ પર ફંગોળાયો હતો. અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા કોઈએ ૧૦૮ને જાણ કરતા ગંભીર હાલતમાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. બનાવને પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવક પશુપાલનનો વ્યવસાય કરતો હતો અને ચાર ભાઇમાં ત્રીજા નંબરે હતો. અકસ્માત સર્જી નાશી છૂટનાર ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
પ્રાંત ૧ કચેરીમાં અશાંત ધારાની અટકી પડેલી ૮૦થી વધુ ફાઈલોનો નિકાલ
જામનગર: કાલાવડમાં નોંધાયેલી ફરીયાદોમાં અલ્પેશ દોંગાનો જેલમાંથી કબ્જો લેવાશે
બોટાદમાં સાયબર ફ્રોડના ગુનામાં ફરાર આરોપીને રાજકોટ એલસીબીએ દબોચ્યો
જામનગરની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ન ખેેંચાયું, ૧૨ ઉમેદવાર બિનહરીફ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech