આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જામનગર: ધ્રોલ એનડીપીએસના ગુનામાં આરોપીની અટકાયતજામનગર જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન જામનગર એસ.ઓ.જી.એ ધ્રોલ પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટના ગુનામાં ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર ફરાર આરોપીને ફલ્લા ગામથી આગળ કેનાલ નજીકથી ઝડપી પાડ્યો છે.જામનગર એસઓજી ઇન્ચાર્જ પીઆઇ ચૌધરી તથા પીએસઆઇ એલ.એમ.ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે એસઓજીના જયેશભાઇ, વિજયભાઇ, ધર્મેન્દ્રભાઇને સંયુકત બાતમી મળેલ કે ધ્રોલ પોલીસ સ્ટેશનના એનડીપીએસ એકટના દાખલ થયેલ ગુનાની તપાસ કાલાવડ ગ્રામ્ય પોલીસ ચલાવતી હોય આ ગુનાના ફરાર આરોપી બકુલપરી ભગવાનપરી ગોસાઇ રહે. જનતા સોસાયટી મફતીયાપરા, છાયા-પોરબંદરવાળો ફલ્લા કેનાલ પાસે ઉભો છે એ ચોકકસ બાતમીના આધારે પકડીને આગળની કાર્યવાહી માટે ધ્રોલ પોલીસને સોપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
પ્રાંત ૧ કચેરીમાં અશાંત ધારાની અટકી પડેલી ૮૦થી વધુ ફાઈલોનો નિકાલ
જામનગર: કાલાવડમાં નોંધાયેલી ફરીયાદોમાં અલ્પેશ દોંગાનો જેલમાંથી કબ્જો લેવાશે
બોટાદમાં સાયબર ફ્રોડના ગુનામાં ફરાર આરોપીને રાજકોટ એલસીબીએ દબોચ્યો
જામનગરની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ન ખેેંચાયું, ૧૨ ઉમેદવાર બિનહરીફ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech