BREAKING NEWS

જામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા

  • October 23, 2026 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા

​​​​​​​​​​​​​​જામનગરના કોમલનગર પુલની નીચેના રોડ પર ગઇકાલે લવ મેરેજ બાબતનો ખાર રાખીને માથાકુટ થઇ હતી જેમાં માર માર્યાની ફરીયાદો નોંધાવવામાં આવી છે. બંને પક્ષની  ફરીયાદના આધારે સીટી-સી પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે. 

જામનગરના સિઘ્ધાર્થનગર શેરી નં. ૪માં રહેતા ઋત્વીક સુરેશભાઇ વરણ (ઉ.વ.૨૨) નામના યુવાને ઇન્દીરા કોલોનીમાં રહેતા મુન્નો વાઘેલા નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. લવમેરેજ કરેલ હોય જે બાબતનો ખાર રાખીને ફરીયાદીને આરોપીએ અપશબ્દો બોલી ખભાના ભાગે છરી મારીને ઇજા પહોચાડી હતી.

સામા પક્ષે વામ્બે રોડ, સિઘ્ધાર્થનગરમાં રહેતા મનસુખ અમરાભાઇ સીંગરખીયા (ઉ.વ.૫૨)એ સીટી-સી ડીવીઝનમાં ઋત્વીક, ઇરફાન અને એક અજાણી વ્યકિતની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી, જેમાં જણાવ્યુ હતું કે, આ કામના સાહેદની દિકરીએ આરોપી ઋત્વીક સાથે લવ મેરેજ કરેલ હોય જેથી બંને વચ્ચે માથાકુટ ચાલતી હતી  ફરીયાદી ગઇકાલે મુન્નાભાઇની રેકડીએ સમોસા લેવા જતા આરોપીઓએ મોટરસાયકલમાં ત્યાં આવીને સાહેદને ગાળો દેતા તે ભાગી જતા ફરીયાદીઓ રેકડીએ ઉભા હોય જેથી આરોપીઓને એમ થયેલ કે ફરીયાદી મુન્નાભાઇને સાથ આપે છે, દરમ્યાનમાં ફરીયાદીને અપશબ્દો કહી ઢીકાપાટુનો માર માર્યો હતો.

ઉપરાંત ઋત્વીકે ફરીયાદી મનસુખભાઇને છરી મારવા જતા તેમણે હાથ પકડી લેતા માથાની પાછળના ભાગે ઉંધો ઘા મારી ઇજા પહોચાડી હતી બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં વિભાપર ગામમાં રહેતા સંજય પ્રેમજીભાઇ મકવાણા (ઉ.વ.૩૫) નામનો યુવાન ગઇકાલે ગુલાબનગર હોટલ પાસે હાજર હતો ત્યારે આરોપી નારણ ધોકા સાથે આવી ફરીયાદીને ઘા ઝીંકી ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચાડી હતી, આ અંગે સંજયભાઇ દ્વારા ભીમવાસ શેરી નં. ૨માં રહેતા નારણ ઉર્ફે હકલી કરશનભાઇ ચૌહાણની વિરુઘ્ધ સીટી-એમાં ફરીયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application