BREAKING NEWS

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગર રોજગાર કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું

  • September 29, 2026 10:47 AM 

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગર રોજગાર કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું  

આઈ.ટી.આઈ. જામનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૨૫૦ જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષની જનસેવાના “સેવા સંકલ્પ અભિયાન” અન્વયે જિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા આઈ.ટી.આઈ  જામનગર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી દ્વારા તાલિમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેરિયર કાઉન્સેલર હમીરભાઈ ચૌહાણ દ્વારા તાલિમાર્થીઓને પાસપોર્ટ તથા વિદેશ રોજગાર વિશે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા આઈ.ટી.આઈ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, અગ્રણીઓ સર્વ બીનાબેન કોઠારી, ડો. વિનોદભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર નીશાબેન અસ્વાર, જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ જામનગરનો સ્ટાફ અને ૨૫૦ જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત હતા. આઈ.ટી.આઈ આચાર્ય આર.એસ.ત્રિવેદી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ આભારવિધિ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application