BREAKING NEWS

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારની દિકરી જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં પ્રથમ

  • October 23, 2026 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારની દિકરી જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં પ્રથમ

વેદિકા ભરવાડ ચેસ સ્પર્ધામાં હવે રાજ્ય કક્ષાએ જશે

ખંભાળિયા તાલુકાના દાતા ગામના ભરવાડ સમાજની દીકરી વિધિકા મચ્છાભાઈ લાંબારિયાએ તાજેતરમાં લેવામાં આવેલી ખેલ મહાકુંભની અંડર ૧૪ ચેસ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને નાના એવા દાતા ગામ સાથે તેના પરિવાર અને સમગ્ર ભરવાડ સમાજનું ગૌરવ વધાર્યું છે.
વિધિકાના પિતા મચ્છાભાઈ આજે પણ ગાડર -બકરા ચરાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સામાન્ય પરિસ્થિતિ વચ્ચે ઉછરેલી દીકરીએ પોતાની પ્રતિભા, મહેનત અને લગનથી આ સિદ્ધિ હાંસલ કરી છે. આ માટે દાતા ગામની શાળાના શિક્ષકોએ ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવતી આ દીકરીની પ્રેરણારૂપ સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application