જામનગરમાં શાકમાર્કેટ નજીક આવેલા વાઘેરવાડામાં બંધ જર્જરિત મકાનનો જોખમી હિસ્સો મનપાની એસ્ટેટ શાખાએ દૂર કરી મકાનને સેઇફ સ્ટેજે લઇ જવાયું હતું.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શનિવારે સવારે કડીયાવાડ વિસ્તારમાં જર્જરીત ઈમારતના ભયજનક હિસ્સાને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ રેંકડી, પથારા, ઓટલા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગત શુક્રવારે સવારથી શરૂ થયેલી આ કામગીરી રાત્રી સુધી ચાલુ રહી હતી.દરમિયાન શનિવારે સવારે સુભાષ શાકમાર્કેટ નજીક વાઘેરવાડા વિસ્તારમાં આવેલા બંધ જર્જરીત મકાનના ભયજનક હિસ્સાને તોડી પાડવામાં આવ્યો હતો. ઈમારતને સલામત સ્થિતિ સુધી લાવવામાં આવી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવાની તેમજ ભયજનક જર્જરીત બાંધકામો સામેની કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.