BREAKING NEWS

જામનગરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવાયો ઇદે ગોષિયાનો પર્વ: ભવ્ય ઝુલુસ નીકળ્યું

  • September 25, 2026 03:28 PM 

જામનગરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવાયો ઇદે ગોષિયાનો પર્વ: ભવ્ય ઝુલુસ નીકળ્યું

મસ્જીદોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા: ઠેકઠેકાણે ન્યાઝના આયોજન કરાયા: ઝુલુસમાં અસંખ્ય વાહનો અને હજારો મુસ્લિમોની હાજરી

જામનગર તા.૧૫ ને મંગળવાર ના રોજ જરને ગોપિયા નિમિતે સુન્ની મુસ્લિમ જમાત જામનગર દ્વારા એક જુલુસનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અનેરા ઉત્સાહ-અદબ અને અકિંદત અને ઉમંગ સાથે પસાર થયો હતો. જેમાં હજારો સુન્ની મુસ્લિમ બિરાદરો હાજર રહી બારગાહે ગાષિયામાં ખિરાજ અકિદત પેશ કરી હતી.

બપોરેે ૪-૦૦ કલાકે નારા-એ તકબીર, ’નારા-એ રિસાલત’ તથા ગોપ કા દામન નહી છોડેંગે’ ના ઈમાન અફરોઝ નારાઓથી શરૂ થયેલ આ જુલુસનો રસ્તામાં ઠેર-ઠેર ગરમ દૂધ,ચા, કોઠી, બિસ્કીટ, ચોકલેટ, બોર્નવીટા, હલીમ, હલવો,વેફર, ચેવડો,ખઝુર,રસગુલ્લા,ફાલુદા,છાસ-લસ્સી તેમજ ઠંડુ પાણી વગેરે ન્યાઝ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

જુલુસ જયારે જુમ્મા મસ્જીદ પાસે પહોચેલ ત્યારે ટ્રસ્ટના પ્રમુખ હાજી અબ્દુલ રસીદ અને અન્ય ટ્રસ્ટીઓએ જુલુસનું ફુલહાર તેમજ સાલ ઓઢાળી સ્વાગત કરેલ હતુ.

જશ્ને ગોપિયાના મોકા પર પ્યારા નબીના પ્યારા રૂહાની ફરઝંદ હઝરત ગોથે આઝમ પ્રત્યે પોતાની ખિરાજે અકિઠન પેશ કરવા સુન્ની મુસ્લિમ આગેવાનો, કમીટીના કાર્યકર્તાઓ શામેલ હતા.

ઈસ્લામનો સૌથી મહત્વપૂર્ણ દિવસો પૈકી ગોપે આઝમ દસ્તગીરની અગ્યારમી શરીફના પવિત્ર તહેવાર નિમિતે સવારે ૯.૦૦ વાગ્યે શરૂ થયેલું આ જંબુસ સાયરપીર ચોક, સઈના વંડાથી શરૂ થઈ હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ રોડ,પાંચ હાટડી,દરબારગઢ, જુમ્મા મસ્જીદ, ટાવર ૨ મસ્જીદ, ચાંદી બજારથી પુન: દરબારગઢ ચોકમાં બપોરે ૧૨.૦૦ વાગે સમાપ્ત થયું હતુ. જુલુસના સમાપન સમયે મૌલાના મનાન બાપુ  સાહેબ તરફથી ગાષે આઝમ દસ્તગીરની કરામતો અને તેમના પવિત્ર જીવન કાર્યોનું વર્ણન કરી હતી.

આ આલીશાન જુલુસમાં જામનગર શહેરની સુન્ની મુસ્લિમ જમાતોમાં કુરેશી જમાત, ખાટકી જન્માત, સુન્ની રગવી કમીટી વગેરે ૦૮ જમાતો અને કમિટિઓની મિલાદ પાર્ટીઓ દરૂદો સલામ અને મિલાદ શરીફ પઢતા-પઢતા જુલુસમાં સામેલ થયા હતા. આ જુલુસમાં મોટરકાર-૬, છોટા હાથી-બળદગાડી-૧ વિગેરે નાના મોટા કુલ ૧૫ વાહનો છે જે વાહનોને શણગારીને સામેલ કરવામાં આવ્યા હતા. આ રીતે સુન્ની મુસ્લમાનોએ પોતાના વાહનોને શણગારી પુરી અકિંદત અને મોહબ્બત સાથે આ જુલુસમાં જુલુસ જે રસ્તાઓ પરથી પસાર થયુ ત્યાં જને ગાષિયાના બેનર અને કટઆઉટ લગાવવામાં આવ્યા હતા.તેમજ લોકોએ અનેક પ્રકારની ન્યાજો તકસીમ કરી હતી.

સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો તથા ઉલ્માએ કિરામની સદાવતમાં શરૂ થયેલા આ જુલુસમાં તેમજ સુન્ની જમાતના પ્રમુખ હાજી જુમાભાઈ ખફી, સેક્રેટરી મો. ઈકબાલ બેલીમ,જો. સેક્રેટરી હાજી મો.સિદિક કુરેશી, જો.સેક્રેટરી અશરફભાઈ ઘોરી, ખલીકા,તૂરીયા જમાતના પ્રમુખ દાઉદભાઈ તૂરીયા તેમજ ઍડવોકેટોમાં યુસુફ કુરેશી, ઈશાક કુરેશી,તેમજ યુનુસભાઈ પેન્ટર,અયુબભાઈ દરબાર,ડાડુભાઈ વગેરે સહિત અનેક આગેવાનો અને કાર્યકરો અને બહોળી સંખ્યામાં સુન્ની મુસ્લિમ બિરાદરો સામેલ થઈ ખિરાજે અકિદત પેશ કરી હતી. અંતમાં જુલુસમાં શામેલ તમામ સુન્ની મુસ્લિમ બિરાદરોનો અને વ્યવસ્થા તંત્ર-પોલીસ તંત્રનો સુન્ની મુસ્લિમ જમાત તરફથી આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application