જામનગરમાં લોનના બહાને ગેરેજવાળા સાથે સવા લાખની ઠગાઇ
પ્રોસેસિંગ ફી, વીમા, જીએસટી અને લેટ ફીના નામે વારંવાર નાણાં પડાવી લીધા
જામનગરમાં લોન અપાવવાના બહાને ગેરેજ સંચાલક સાથે ૧,૨૨ લાખની ઓનલાઇન છેતરપિંડી થયાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા કેતનભાઈ રમણીકભાઈ સાવલીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૧ સપ્ટેમ્બરે અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન કરી સામેવાળાએ પોતે ફાઇનાન્સ કંપનીમાંથી બોલતો હોવાનું કહી લોનની ઓફર કરી હતી.
ફરિયાદ મુજબ શરૂઆતમાં લોનની પ્રોસેસિંગ ફીના નામે ૨,૫૫૦ ગૂગલ-પેથી ભરાવ્યા બાદ લોન મંજૂર થઈ હોવાનું કહી વીમા, જીએસટી, લેટ ફી સહિતના અલગ-અલગ બહાના કાઢવામાં આવ્યા હતા. ક્યારેક એક જ રકમ બે વખત ભરવી પડશે તો જ એન્ટ્રી માન્ય થશે તેમ કહીને પણ નાણાં પડાવાયા હતા.
ફરિયાદીએ વિશ્વાસમાં આવીને જુદી-જુદી વખત ગૂગલ-પેથી રકમો મોકલાવી હતી. ત્યારબાદ લોન પાસ થઈ જશે તેમ કહીને લેટ ફીના નામે અન્ય રકમ પડાવી લીધી હતી. આમ, લોન આપવાના બહાને આરોપીઓએ ફરિયાદી પાસેથી કટકે-કટકે કુલ ૧,૨૨,૩૪૮ ગૂગલ-પેથી પડાવી લીધા હતા. ત્યારબાદ લોન પણ આપવામાં આવી ન હતી અને નાણાં પરત પણ કરવામાં આવ્યા ન હતા.
આ બનાવ અંગે કેતનભાઇ સાવલીયાએ સીટી-એ ડીવીઝનમાં ધની ફાઇનાન્સના નામથી કોલ કરનાર અજાણ્યા શખ્સ સામે બીએનએસ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી. ટેકનીકલ પુરાવા આપવામાં આવ્યા છે જેના આધારે પીઆઇ ડોડીયા તપાસ ચલાવી રહયા છ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application