દ્વારકાધીશના ચરણોમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારકા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતા.
અધ્યક્ષે વિધિપૂર્વક પૂજન-અર્ચન કરી ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન દ્વારકાધીશને હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે દ્વારકાધીશ મંદિર ખાતે પ્રાંત અધિકારી ગઢવીએ અધ્યક્ષનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
તેમને ઉપરણું અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અધ્યક્ષે આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી.