BREAKING NEWS

જામનગર​​​​​​​ : ધ્રોલમાં વ્યાજખોરોની દાદાગીરી: ખેડુત પાસેથી ૨૯ લાખ સામે ૮૦ લાખની વસુલાત

  • September 29, 2026 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​જામનગર​​​​​​​ : ધ્રોલમાં વ્યાજખોરોની દાદાગીરી: ખેડુત પાસેથી ૨૯ લાખ સામે ૮૦ લાખની વસુલાત



ધ્રોલ તાલુકાના લતીપર ગામના બે શખ્સોએ જસાપરના ખેડુતને કુલ ૨૯ લાખ વ્યાજે આપ્યા બાદ ૮૦ લાખ જેવી રકમ વસુલ કરવા છતા ધાક ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરી હોવાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે લાયસન્સ વીના આરોપીઓ વ્યાજે રૂપીયા આપી સિકયુરીટી પેટે કોરા ચેક લઇ તેમજ જમીનની ખાતાવહી લઇ દાદાગીરી આચરી હતી. અત્રે ઉલ્લ્ેખનીય છે કે થોડો સમય શાંત રહયા બાદ ફરી વ્યાજખોરોની દાદાગીરી સામે આવી છે અને લીધેલી રકમની ૩ ગણી રકમ વસુલ કરીને બળજબરી અને ધાકધમકીઓનો મામલો પોલીસમાં પહોચતા ચકચાર વ્યાપી છે. ફરીયાદ અનુસંધાને બંને આરોપીઓની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જોડિયા તાલુકાના જસાપર ગામમાં રહેતા ખેતી કરતા નરભેરામ ડાયાભાઇ પનારા (ઉ.વ.૫૬) નામના ખેડુતે ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં લતીપર ગામના જનક જીલુ ડાંગર તથા રાહુલ બચુ ડાંગર નામના બે શખ્સ વિરુઘ્ધ બીએનએસ કલમ ૩૦૮(૨), ૩૫૧(૧), ૫૪ તથા ધ ગુજરાત મનીલેન્ડર્સ એકટ ૨૦૧૧ની કલમ ૫, ૩૩, ૪૦, ૪૨ મુજબ ફરીયાદ નોંધાવી હતી.

આરોપીઓએ નાણા ધીરધારનું લાયસન્સ લીધા વીના ફરીયાદીને આરોપી જનકે કુલ ૨૦ લાખ દર માસે ૩ ટકા ઉંચા વ્યાજે આપી સિકયુરીટી પેટે સેન્ટ્રલ બેંકના કોરા ચેક લઇ ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે રોકડ તથા ગુગલ પે મારફતે વ્યાજ પેટે કુલ ૬૦.૮૯ લાખ વસુલી રૂપીયા​​​​​​​ બાબત ધાક ધમકીઓ આપી બળજબરીથી ફરીયાદીની ૩ સોનાની વીટી તથા જમીનની ખાતાવહી લઇ લીધી હતી.

આરોપી રાહુલે કુલ ૯ લાખ દર માસે ૩ ટકાના ઉંચા વ્યાજે આપી સિકયુરીટી પેટે બેન્કના કોરા ચેક લઇ ફરીયાદી નરભેરામભાઇ પાસેથી અલગ અલગ સમયે રોકડા અને ગુગલ પે મારફતે વ્યાજ પેટે કુલ ૨૦ લાખ વસુલી રૂપીયા​​​​​​​ બાબતે ધાક ધમકીઓ આપી હતી તેમજ ફરીયાદી પાસે હાથ ઉછીના રૂપીયા​​​​​​​ લીધેલનુ બળજબરીપુર્વક લખાણ કરાવી બંને આરોપીઓએ ફરીયાદીને અવાર નવાર વ્યાજ તથા મુદલ રકમની બળજબરીપુર્વક પઠાણી ઉઘરાણી કરી ધાકધમકીઓ આપી ગુનામાં એકબીજાને મદદગારી કરી હતી. 

ગત તા. ૧-૧-૨૩ થી ૧-૬-૨૬ના સમય ગાળા દરમ્યાન બનેલા આ બનાવ અંગે આખરે મામલો પોલીસમાં પહોચ્યો હતો બંને શખ્સો પાસેથી ૨૯ લાખની લીધેલી રકમ સામે ૮૦ લાખથી વધુની રકમ ચુકવવા છતા આરોપીઓ દ્વારા ધાકધમકીઓ આપવામાં આવતા જનક અને રાહુલ સામે વિધીવત ગુનો નોંધીને ધ્રોલ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે આ બનાવે ભારે ચકચાર જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application