BREAKING NEWS

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જામનગર જિલ્લાની વિવિધ કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા

  • September 30, 2026 01:13 PM 

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જામનગર જિલ્લાની વિવિધ કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા

જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સહિત તમામ APMC, નાગરિક સહકારી બેંકો અને સહકારી સંસ્થાઓમાં સઘન સ્વચ્છતા સાથે 'સ્વચ્છ કચેરી, સ્વચ્છ પરિસર, હરિયાળું જામનગર' નો લેવાયો સંકલ્પ

જામનગર તા.૩૦, રાજ્ય સરકારના સ્વચ્છતા, સુશાસન અને પર્યાવરણ જાળવણીના સંકલ્પને સાકાર કરવાના હેતુથી જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જામનગરના માર્ગદર્શન હેઠળ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જામનગર જિલ્લામાં સ્વચ્છતા તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન યોજાયું હતું. આ અભિયાન અંતર્ગત જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી ઉપરાંત જામનગર જિલ્લાની તમામ APMC, તમામ નાગરિક સહકારી બેંકો તથા વિવિધ સહકારી સંસ્થાઓના કચેરી પરિસરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓ, કર્મચારીઓ તથા સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ સ્વયં જોડાઈને કચેરી તથા આસપાસના પરિસરની સફાઈ કરી હતી અને સ્વચ્છ તથા સુઘડ કાર્યસ્થળ જાળવવાનો સંકલ્પ લીધો હતો.
​​​​​​​પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તેમજ વાવેતર કરાયેલા છોડના યોગ્ય જતન અને ઉછેર માટે સંબંધિત સંસ્થાઓને વિશેષ કાળજી રાખવા અનુરોધ કરાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટ્રારએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ એ માત્ર એક અભિયાન પૂરતું મર્યાદિત ન રહેતા આપણી દૈનિક જવાબદારી અને જીવનશૈલીનો સક્રિય ભાગ બને તે સમયની માંગ છે. જિલ્લાની તમામ APMC, સહકારી બેંકો અને સંસ્થાઓના અધિકારીઓ તથા કર્મચારીઓની ઉત્સાહભેર ભાગીદારી સાથે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા સમાજમાં ‘સ્વચ્છ કચેરી – સ્વચ્છ પરિસર – હરિયાળું જામનગર’નો પ્રેરણાદાયી સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application