ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખંભાળીયાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું
ખંભાળિયામાં તાજેતરમાં યોજાઈ ગયેલી ખેલ મહાકુંભની કરાટે કોમ્પિટિશન અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અહીંના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.
જેમાં અંડર ૧૭ ભાઈઓમાં કુંજ મિલનભાઈ સાયાણીએ ગોલ્ડ મેડલ, જૈમિન નંદાણીયાએ બ્રોન્ચ મેડલ, તેમજ અન્ડર ૧૪ ભાઈઓમાં જય કાનાણીએ સિલ્વર મેડલ, શૈલ્ય કાનાણીએ સિલ્વર મેડલ, નીક મનોજભાઈ જામએ બ્રોન્ઝ મેડલ, ભરત ચંદ્રવાડીયાએ બ્રાન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
જ્યારે અન્ડર ૧૪ બહેનોની સ્પર્ધામાં ઈશિતા ધકાણએ ગોલ્ડ મેડલ, તમન્ના મકવાણાએ બ્રોન્ઝ મેડલ, યુક્તિ ચુડાસમાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીઓ હવે આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ રમવા જશે.
શાળાના વ્યાયામ શિક્ષક કે.આર. પરમાર, કરાટે કોચ આકાશસિંહ જાડેજા, શાળાના આચાર્ય ફાધર બેન્ની જોસેફ અને શાળા ડાયરેક્ટર ફાધર પોલશનના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application