BREAKING NEWS

જામનગરમાં ગાંધી જયંતિના દિવસે લાખો રૂપિયાની ખાદીનું થયું વેચાણ

  • October 03, 2026 01:35 PM 

જામનગરમાં ગાંધી જયંતિના દિવસે લાખો રૂપિયાની ખાદીનું થયું વેચાણ

ખાદી ગ્રામઉધોગ ભવનની શિક્ષણમંત્રી રિવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન  માડમ સહીતના આગેવાનોએ મુલાકાત લીધી 

પૂજ્ય બાપુના સ્વદેશી અને આત્મનિર્ભરતાના સંદેશને ચરિતાર્થ કરવા નાગરિકોને સ્થાનિક ખાદી ઉત્પાદનો ખરીદવા લોકોને અનુરોધ કર્યો 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પાવન અવસરે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેેજા અને સાંસદ પૂનમબેન માડમે જામનગરના ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત લઈ ખાદીના વસ્ત્રોની ઉત્સાહભેર ખરીદી કરી હતી. સાથે સાથે પૂજ્ય બાપુના સ્વદેશી અને આત્મનિર્ભરતાના સંદેશને ચરિતાર્થ કરવા નાગરિકોને સ્થાનિક ખાદી ઉત્પાદનો ખરીદવા લોકોને અનુરોધ કર્યો હતો. એક અહેવાલ પ્રમાણે ગઇકાલના દિવસમાં ખાદી ગ્રામ ઉધોગમાં લાખોની ખાદીનું વેચાણ થયું હતું અને એક રીતે લોકોએ ખાદી ખરીદીને મહાત્મા ગાંધીજીને શ્રઘ્ધાંજલી આપી હતી. 

પૂજ્ય બાપુએ આઝાદીની ચળવળ સાથે ’સ્વદેશી’ અને ’આત્મનિર્ભરતા’નો જે અમૂલ્ય મંત્ર આપ્યો હતો, તેને પ્રોત્સાહન આપવાના આશયથી મંત્રી અને સાંસદ તથા અન્ય આગેવાનોએ ખાદી ગ્રામોદ્યોગના વિવિધ ઉત્પાદનો અને વસ્ત્રોની પસંદગી કરી ખરીદી કરી હતી. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, ખાદી માત્ર વસ્ત્ર નથી પરંતુ ભારતની આત્મનિર્ભરતા, ગ્રામીણ સશક્તિકરણ અને સ્વાભિમાનનું પ્રતીક છે. સ્થાનિક કારીગરોને આર્થિક ટેકો આપવા સૌ નાગરિકોએ વધુમાં વધુ ખાદી ખરીદવી જોઈએ.  આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા  અમર મોદી, દંડક  પ્રવિણાબેન રૂપડીયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા  ભાવેશભાઈ કાનાણી સહિતના સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ખાદીની ખરીદી કરી સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહિત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application