BREAKING NEWS

ખાલી ખમ્મ ઘી ડેમમાં નવા નીરની આવક : ખંભાળિયાના પાણી પ્રશ્ને મોટી રાહત

  • October 23, 2026 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાલી ખમ્મ ઘી ડેમમાં નવા નીરની આવક : ખંભાળિયાના પાણી પ્રશ્ને મોટી રાહત

પૂનમબેન માડમ, જીતેન્દ્ર કણઝારીયા તેમજ મુળુભાઇ બેરાની રજુઆતોને સફળતાઆજકાલ પ્રતિનિધિ-ખંભાળીયા

ખંભાળિયા અને આસપાસના વિસ્તારો માટે પીવાના પાણીની સમસ્યા ઉકેલવા તરફ એક મોટો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. લાંબા સમયથી ખાલી ખમ રહેલા ઘી ડેમમાં સૌની યોજના અંતર્ગત નવા નીરની આવક થતાં જળસપાટીમાં સાડા ત્રણ ફૂટનો વધારો નોંધાયો છે, જેનાથી સ્થાનિક રહીશોને પીવાના પાણીના પ્રશ્ને ભારે રાહત મળી છે.

મળતી વિગતો અનુસાર, સૌની યોજના હેઠળ દરરોજ આશરે એક કરોડ લીટર નર્મદાનું પાણી ઘી ડેમમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. આ નવા જળસંગ્રહના કારણે ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોને આગામી ત્રણ મહિનાથી પણ વધુ સમય સુધી પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મહત્વપૂર્ણ કામગીરી માટે લોકસભા સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભા સાંસદ જીતેન્દ્ર કણજારીયા અને ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી, જેના ફળસ્વરૂપે આ સફળતા મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application