નયારા એનર્જી તેના રાષ્ટ્રવ્યાપી ડીલર રિટેલ નેટવર્કમાં ઇંધણ પુરવઠો જાળવી રાખવા કટીબધ્ધ છે અને તેના ગ્રાહકો માટે ઇંધણની અવિરત સુલભતા સુનિશ્ચિત કરી રહી છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નયારા એનર્જી ભારતીય બજારને સેવા આપવા અને દેશના સમગ્ર વિસ્તારમાં ઇંધણની માંગને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. દેશના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના ઇંધણ રિટેલર તરીકે અમારી એકમાત્ર પ્રાથમિકતા 7,000 થી વધુ સ્ટેશનો અને અન્ય ચેનલો, જેમાં જથ્થાબંધ ગ્રાહકોનો સમાવેશ થાય છે, તેઓને શ્રેષ્ઠ પુરવઠો સુનિશ્ચિત કરવાની છે. અમે ભારતીય ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા અને ભારતની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને ટેકો આપવા માટે ઇંધણ છૂટક વેચાણ અને ગ્રાહક-કેન્દ્રિત ઉકેલોમાં નવીનતાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીએ છીએ.