BREAKING NEWS

જામનગરમાં સાયબર ફ્રોડ કેસમાં પોસ્ટકર્મીને પોલીસ દ્વારા નોટિસ

  • September 28, 2026 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સાયબર ફ્રોડ કેસમાં પોસ્ટકર્મીને પોલીસ દ્વારા નોટિસ

૬૦ લાખની હેરાફેરીમાં સંડોવણી ખૂલતા સાયબર સેલની કાર્યવાહી

જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં કેટલાક ખાતાઓમાંથી સાયબર ફ્રોડના કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં રૂ. ૬૪ લાખથી વધુની હેરાફેરી અંગે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોસ્ટ ઓફિસના કર્મચારી આફતાબ યાકુબ  માડકીયાની સંડોવણી ખૂલતાં ચકચાર મચી ગઈ છે.

આ સંડોવણી સામે આવ્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે હેડ પોસ્ટ માસ્તરને વિધિવત નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત, એમ.પી. શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલી ટપાલ કચેરીના ખાતાઓ મારફતે પણ સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે, જેને લઈને પોલીસે તે દિશામાં પણ તપાસ લંબાવી છે.

ઉલ્લેખનીય છે કે, આ બહુચર્ચિત સાયબર કૌભાંડમાં પોસ્ટ કર્મચારી આફતાબ માડકીયા તેમજ તેના ભાઈ આતીક ઉર્ફે આસીફ માડકીયા સહિત કુલ ૯ આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓની ભૂમિકા અને નાણાકીય વ્યવહારો અંગે ઊંડાણપૂર્વક તપાસ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application