BREAKING NEWS

જામનગર નજીક રીક્ષાએ બાઇકને ઠોકર મારતા બે મિત્રો ઘાયલ

  • September 26, 2026 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક રીક્ષાએ બાઇકને ઠોકર મારતા બે મિત્રો ઘાયલ

રણુંજા મેળામાં જતા ઠેબા રોડ પર બનેલો બનાવ : રીક્ષાચાલક સામે રાવ

જામનગર-કાલાવડ હાઇવે ઠેબા આઇઓસી કંપનીથી આગળના રોડ પર ચાર દિવસ પહેલા રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બે યુવકને ઇજા પહોચી હતી આ બનાવમાં રીક્ષાચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
​​​​​​​
જામનગરના દિગ્જામ સર્કલ આરઓ બિલ્ડીંગ પાસે રહેતા પીઠા ગોવાભાઇ વરૂ (ઉ.વ.૩૯) તથા તેના મિત્ર મનોજભાઇ હિંગોળા બંને એકસેસ બાઇક નં. જીજે૧૦ડીસી-૭૫૮૩ લઇને તા. ૨૧ના જામનગરથી રણુંજા મેળામાં જતા હતા ફરીયાદી બાઇક ચલાવતા હતા અને મિત્ર પાછળ બેઠો હતો.

દરમ્યાન ઠેબા આઇઓસી કંપનીથી થોડે આગળના રોડ પર પહોચતા સામેથી એક રીક્ષાના ચાલકે ફુલસ્પીડમાં ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલને ઠોકર મારી હતી આ અકસ્માતમાં બંને મિત્રો નીચે પડી ગયા હતા જેમાં પીઠાભાઇને ઘુંટણથી ઉપરના ભાગે ફ્રેકચર અને મનોજભાઇને છોલછાલ જેવી ઇજાઓ પહોચાડી રીક્ષાચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે પીઠાભાઇ દ્વારા ગઇકાલે પંચ-એમાં અજાણ્યા રીક્ષાના ચાલક વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application