જામનગર: કિશાનચોકમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝબ્બે : બે ફરાર
જામનગર: કિશાનચોકમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝબ્બે : બે ફરાર
September 25, 2026 03:29 PM
જામનગર: કિશાનચોકમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝબ્બે : બે ફરાર
જામનગરના કિશાનચોક માલદે ભુવનમાં રહેતા એક શખ્સને ઇંગ્લીશ દારૂના ૧૩૮ ચપલા સાથે પકડી લીધો હતો. તપાસ દરમ્યાન વેચાણના ભાગીદાર અને સપ્લાયરના નામ ખુલ્યા હતા જે બંનેને ફરાર જાહેર કરી તપાસ લંબાવવામાં આવી છે.
જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સુચનાથી એલસીબી પીઆઇ ચૌધરી તથા પીએસઆઇ ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં દારૂના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલસીબીના મયુરસિંહ, રૂષીરાજસિંહ તથા મયુદીનભાઇને મળેલ સંયુકત બાતમી આધારે જામનગર શહેરના કિશાન ચોક વિસ્તાર માલદે ભુવનમાં રહેતો કિશન મયુર કનખરાના રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડના ૧૩૮ ચપલા કિ. ૨૨૮૦૦ અને એક મોબાઇલ મળી કુલ ૨૭૮૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. દરમ્યાન દારૂના વેચાણના ભાગીદાર કિશાનચોકમાં રહેતા ધાર્મિક નંદા તથા દાનો જથ્થો સપ્લાય કરનાર જડેશ્ર્વરપાર્કના આરોપી ભાવેશ પ્રકાશ દામાને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.