BREAKING NEWS

જામનગર: વુશુ રમતમાં જોડીયાની વિદ્યાર્થીની રાજયકક્ષાએ ઝળકી

  • September 30, 2026 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: વુશુ રમતમાં જોડીયાની વિદ્યાર્થીની રાજયકક્ષાએ ઝળકી

જામનગર જિલ્લાનાં જોડીયામાં આવેલ સાંઇ વિદ્યાલય સંકુલની વિદ્યાર્થી ક્રિના શૈલેષભાઇ છત્રોલાએ તાજેતરમાં આણંદ ખાતે યોજાયેલ એસજીએફઆઇ શાળાકીય રાજયકક્ષાની વુશુ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ સિદ્ધિ હાંસલ કરતા આચાર્ય જગદીશ વીરમગામા, ટ્રસ્ટી અજયભાઇ કાનાણી, હિતેશભાઇ ગોધાણી, મનસુખભાઇ ભીમાણી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ વુશુ રમતની સઘન તાલીમ કોચ મહાવીરસિંહ સોઢા તથા માર્ગદર્શન વિનોદભાઇ કાનાણી દ્વારા આપવામાં આવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application