BREAKING NEWS

જામનગર શહેર-જીલ્લામાં આપઘાતના ત્રણ બનાવ

  • October 23, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જીલ્લામાં આપઘાતના ત્રણ બનાવ

ખારવા રોડ પર મોબાઇલના પૈસા બાબતે ઠપકો આપતા યુવાને જીવતર ટુકાવ્યું : સતાપરમાં મનમાં લાગી આવતા યુવાનનો આપઘાત : ઉધોગનગરમાં યુવતિએ ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી

જામનગર શહેર-જીલ્લામાં આપઘાતના ૩ બનાવ પોલીસ ચોપડે જાહેર થયા છે જેમાં ધ્રોલના ખારવા વિસ્તારમાં મોબાઇલના બાકી રહેતા પૈસા બાબતે ભાઇએ ઠપકો આપતા લાગી આવવાથી યુવાને ગળાફાંસો ખાઇ જીવતર ટુકાવી લીધુ હતું, નવા સતાપર ગામમાં બહેને ઠપકો આપતા ગળાફાંસો ખઇ યુવાને આપઘાત કરી લીધો હતો અને જામનગરના ઉધોગનગર વિસ્તારમાં પરપ્રાંતીય યુવતિએ દુપટ્ટા વડે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. ત્રણેય બનાવોમાં જાહેર થયેલી વિગતોના આધારે તપાસ આગળ ધપાવી છે.
ધ્રોલના ખારવા રોડ આઇટીઆઇ પાછળ રહેતા અનિલ ઉર્ફે રાહુલ કેશુભાઇ રાઠોડ (ઉ.વ.૨૩) નામના યુવાને નવો મોબાઇલ લીધો હોય જે ફોનના બાકી રહેતા પૈસા દેવા બાબતે જાહેર કરનાર વિશાલે રાહુલને ઠપકો આપ્યો હતો આ બાબતનું મનમાં લાગી આવતા બાવળની ડાળીમાં દોરડા વડે રાહુલે ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી.

ટીમ પહોચી હતી અને ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું, આ બનાવ અંગે ખારવા રોડ પર રહેતા વિશાલ કેશુભાઇ રાઠોડ દ્વારા ધ્રોલ પોલીસમાં જાહેર કરાયુ હતું જેના આધારે આગળની તપાસ હેડ કોન્સ. વઘોરા ચલાવી રહયા છે. 
બીજા બનાવમાં જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામના અને હાલ નવા સતાપર ગામમાં રહેતા મજુરી કરતા સમીર ઉર્ફે જયદીપભાઇ મનસુખભાઇ પરમાર (ઉ.વ.૨૮) નામનો યુવાન દારૂ પીધેલી હાલતમાં બાળકોને દુકાનેથી ભાગ લેવા જવા બાબતે ખીજાતો હોય તે બાબતે તેમના બહેને આવું ન કરવા ઠપકો આપતા સમીરને મનમાં લાગી આવ્યુ હતું અને રહેણાંક મકાને છતના પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે શિતલબેન જગદીશભાઇ ચાવડા દ્વારા જામજોધપુર પોલીસમાં જાણ કરાઇ હતી.

આ ઉપરાંત હાલ જામનગરના ઉધોગનગર વિસ્તારમાં રહેતા સુનિતાકુમારી રાજેશકુમાર પંડિત (ઉ.વ.૨૯) નામની યુવતિએ કોઇ અગમ્ય કારણસર તા. ૨૨ના રોજ પોતાના રૂમે લોખંડના પાઇપમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે મુળ બિહારના પ્યાલાપુરના વતની અને પાણાખાણ ઉધોગનગરમાં રહેતા રાજેશ ભોલા પંડિત દ્વારા સીટી-સી પોલીસમાં જાણ કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application