નાનીપાણિયાળી ગામના યુવાન પર પથ્થરમારો કરનાર શખ્સ ચોરી કરેલા બે મોટરસાઈકલ સાથે ઝડપાયો

  • May 22, 2025 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વરતેજ પોલીસે મોટરસાઇકલ ચોરીના કેસમાં મહત્વની સફળતા મેળવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વાય.ઝાલાની સૂચના મુજબ સર્વેલન્સ સ્કોડને મળેલી બાતમીના આધારે વરતેજ નારી ચોકડી આઈ.સી.સી.બેંકની સામેથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડયો હતો. આરોપીની ઓળખ ગુલાબ ઇબ્રહુમહુસેન પઠાણ (ઉંમર ૨૦, રહે. બુધેલ ગામ, તગડી રોડ, મફતનગર, ભાવનગર) તરીકે થઈ હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ તેના મિત્રો લાલો દેવીપુંજક અને સુરો દેવીપુંજક સાથે મળીને જેસર તાલુકાના ચોક ગામેથી બીજું મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
 આરોપીઓએ પાલીતાણા-તળાજા રોડ પર ડેમ નજીક એક વાડીમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. વાડી માલિકે જોઈ લેતાં તેમને ગાળો આપી, 
પથ્થરમારો કરી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી પાસેથી બે મોટરસાઇકલ કબજે કર્યા હતા. જેમાં હીરો સ્પ્લેન્ડર પ્લસ (GJ-04-DH-6409)) અને સ્પ્લેન્ડર પ્લસ (GJ-04-BH-9265)) મળી કુલ રૂ. ૫૦, ૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે પાલીતાણા રૂરલ પોલીસ મથકનો ગુનાનો ભેદ ઉકેલાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application