નગરપાલિકા પ્રમુખનાં રહેણાંકનાં વિસ્તારમાં જ 'ગંદકી રાજ'
યાત્રાધામ દ્વારકામાં વોર્ડ નં ૫ માં આનંદપરા વિસ્તારમાં નિયમિત ધોરણે સફાઇ ન થતી હોવાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં કચરાનાં ઢગ નજરે ચડે છે જે સ્થાનિકોની રાવને સાચી ઠેરવે છે.
અહી નિરમિત ધોરણે કચરા એકત્રિકરણનું કાર્ય ન થતુ હોવાનાં કારણે નિયમિત ધોરણે ગંદકીરાજ જોવા મળે છે. ડિજીટલ ઇન્ડીયાનાં યુગમાં ટેક્નોલોજીનાં માધ્યમથી પણ સ્થાનિકોએ રજૂઆતો કરી છે.
આ મુદ્દે ઓનલાઇન ફરીયાદો નોંધાવવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે આ ડિજીટલ સેવાઓ પણ ખાલી નામ પૂરતી જ હોય એવું ફરી એક વખત સાબિત થઇ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં જ નગરપાલિકા પ્રમુખનું નિવાસ સ્થાન છે. એટલે કે સ્થાનિક સત્તામંડળનાં મોભીનાં ઘર પાસે જ 'ગંદકી રાજ' જોવા મળી રહ્યુ છે એ તંત્ર કેવી કામગીરી કરે છે તેની 'દુર્ગંધયુક્ત' ચાડી ખાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMભારત પાક યુદ્ધ પરિસ્થિતિ જામનગર ટાઉન હોલ વિસ્તારમાં વાગ્યું સાયરન
May 10, 2025 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech