જામનગર : ૧૧,૦૦૦થી વધુ મણ મગફળી હાપા યાર્ડમાં ઠલવાઇ

  • November 06, 2025 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા માર્કેટીંગ યાર્ડમાં બુધવારે ૧૧ હજારથી વધુ મણ મગફળી ઠલવાઇ હતી, કુલ ર૪ જણસોની આવક થવા પામી હતી, જેમાં સૌથી વધુ મગફળીની ૧૧૭રપ આવક થવા પામી હતી, જેમાં મગફળી જીણી, જાડી, મગફળી ૬૬ નંબર અને મગફળી ૯ નંબરનો સમાવેશ થતો હતો.


ભાવની દ્રષ્ટિએ વાત કરીએ તો મગફળી જીણી ૯૨૦ થી ૧૧૪૦, મગફળી જાડી ૮૦૦ થી ૧૦૨૦, મગફળી ૬૬ નંબર ૯૦૦ થી ૧ર૧૦, જ્યારે ૯ નંબરની મગફળીના ૧૦૨૦ થી ૧૮૬૦ બોલાયા હતા, બાજરીના ૨૭૫ થી ૪૪૦, ઘઉં ૪૯૦ થી પ૭૦, મગ ૧૧૬૦ થી ૧૪૭૫, અડદ ૯૦૦ થી ૧૨૫૦, તુવેર ૧૧૦૦ થી ૧ર૯૫, ચોરી ૯૦૦ થી ૧૪૧૦, મેથી ૯૬૦ થી ૧૧૫૫, ચણા ૯૫૦ થી ૧૧૪પ, ચણા સફેદ ૧૧૬૫ થી ૧૭૫૦, એરંડા ૧૨૦૦ થી ૧૨૭૬, તલી ૧૧૦૦ થી ર૧૦૦, રાય ૧૨૦૦ થી ૧૭૦૦, લસણ ૫૨૫ થી ૧૨૭૦, કપાસ ૧૦૦૦ થી ૧૬૪પ, જીરૂ ૩૦૦૦ થી ૩૭૪૦, અજમો ૮૫૦ થી ૨૯૫૦, અજમાની ભુસી ૩૫ થી ૧૯૬૦, ધાણા ૧૦૮૦ થી ૧૫૦૦, સુકી ડુંગળી ૬૦ થી ૨૮૦, સોયાબીન ૭૦૦ થી ૮૬૦ મણના ભાવ બોલાયા હતા.

​​​​​​​હાપા યાર્ડમાં કુલ ૧૬૯૯૯ ગુણીની આવક થવા પામી હતી, જ્યારે મણની વાત કરીએ તો ૩૭૯૭૮ જે ૮૫૧ ખેડૂતો દ્વારા લાવવામાં આવી હતી. બુધવારે હાપા યાર્ડમાં કુલ ૧૬૧૮૨ ગુણી જણસીનું વેચાણ થયું હતું. તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application