સુભાષપરા, વામ્બે આવાસ અને દરેડમાં દરોડા : રોકડ અને ગંજીપત્તા કબ્જે
જામનગરના સુભાષપરા, મયુરનગર વામ્બે આવાસ અને દરેડ વિસ્તારમાં જુગાર અંગે બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા જેમાં ૧ મહિલા સહિત ૧૬ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે રોકડ તથા જુગારનું સાહિત્ય જપ્ત કર્યુ હતું.
જામનગરના શંકરટેકરી સુભાષપરા શેરી નં. ૨માં જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતા સુભાષપરાના વિનોદ ભુરા કંબોયા, પરેશ વિનુ રાઠોડ, હંસાબેન ભગા માલકીયાને સીટી-સી પોલીસે દરોડા દરમ્યાન ૬૩૦૦ની રોકડ સાથે અટકાયત કરી હતી.
બીજા દરોડામાં મયુરનગર વામ્બે ત્રણમાળીયા આવાસ ચોકમાં તિનપતીનો જુગાર રમતા આવાસ ખાતે રહેતા અબ્દુલ ખમીશા બાબવાણી, ધરારનગરના કેટરીંગના ધંધાર્થી જાવેદ જુનેશ સુભાણીયા, વામ્બે આવાસના માલુ દેવા સંધીયા, ઇન્દીરા કોલોની-૨માં રહેતા અમરશી કમા પરમાર, વામ્બે આવાસના આમદ ઉર્ફે ડાડા ઓસમાણ ખફી અને હાસમ વલીમામદ ખીરાને પકડી પાડી રોકડા ૫૪૩૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
ત્રીજા દરોડામાં જામનગરના દરેડમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા દરેડના સંજીત રાજેશ્ર્વર પટેલ, વિલાશ સંદેશ મહંતો, સાધના કોલોનીના રંજન રમેશ પ્રસાદ મહંતો, રાજેશ બાલેશ્ર્વર ગુપ્તા નામના શખ્સોને પંચ-બી પોલીસે રોકડા ૧૬૪૦૦ સાથે પકડી લીધા હતા. ઉપરાંત દરેડ મંદિરની બાજુમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દરેડ ગુજરી બજાર પાસે રહેતા મુન્ના રામનંદન વર્મા, સુરજીત મદન મહંતો અને વિનય ઉજેશ્ર્વરપ્રસાદ વર્મા નામના શખ્સોને રોકડા ૫૪૧૦ સાથે દબોચી લીધા હતા.
***
કાલાવડમાં વર્લી મટકાનો જુગાર રમતા બે ઝબ્બે
કાલાવડની શિતલા કોલોની અને પેટ્રોલપંપ રોડ પરથી બે વર્લીબાઝને રોકડ, મોબાઇલ અને સ્લીપ સાથે દબોચી લેવાયા છે.
કાલાવડમાં રહેતા મહેશ ધમભાઇ પરમાર નામના શખ્સને શિતલા કોલોની પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૪૦૦ અને આંકડા લખેલી સ્લીપ સાથે પકડી લીધો હતો.
જયારે શિતલા કોલોનીમાં રહેતા ધીરુ જયંતી પાટડીયા નામના શખ્સને કાલાવડમાં પેટ્રોલ પંપ રોડ પર વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૨૨૦૦ તથા એક મોબાઇલ અને કાપલી મળી કુલ ૭૨૦૦ના મુદામાલ સાથે ટાઉન પોલીસે પકડી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech