જુનાગઢ તાલુકાના વડાલ ગામે ચાલતી વરલી મટકાની જુગાર કલબ પર સ્ટેટ મોનિટરિંગ દરોડો પાડી ૧૭ શખ્સોને ઝડપી લીધા હતા. સ્થળ પરથી ૩.૪૭ લાખનો મુદ્દા માલ કબજે કર્યેા હતો. એસએમસીની કાર્યવાહીથી સ્થાનિક પોલીસમાં દોડધામ થઈ હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના ગુલાબ સિંહ માલજી તરારને વડાલ ગામે વરલી મટકાની જુગારની કલબ ચાલતી હોવાની બાતમીના આધારે દરોડો પાડો હતો. હળ પડતી હિરેન અનિલ પરમાર, અનિલ કડવા પરમાર, જયદીપ મનસુખ ગોહિલ, મુકેશ મનસુખ વધેરા, અમિત કરસનભાઈ ઉર્ફે કેશવભાઈ પટેલ, રાજેશભાઈ ઉર્ફે રાજુ ગોબર વાઘેલા, મુકેશભાઈ જયંતીભાઈ સોલંકી, નિલેશભાઈ ઉર્ફે ધોધો ગજેરા, કિશોરભાઈ કરકર, મનસુખભાઈ બારીયા, બાબુ ખીમજી વાઘ, વિપુલભાઈ ગોવિંદભાઈ અધેરા, સંજય વિનુ રાઠોડ, પાંચાભાઇ વઘાસીયા, કરણભાઇ ડાભી, મનસુખ ડાયા પરમાર સહિત કુલ ૧૭ જુગારીઓને ઝડપી લીધા હતા. સ્થળ પરથી ૧.૩૬ લાખની રોકડ, ૧૪ મોબાઈલ તથા ચાર મોટરસાયકલ સહિત ૩.૪૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો. સ્ટેટ મોનીટરિંગ ટીમે સ્થળ પરથી દેશી દા પણ ઝડપી લીધો હતો. સ્થળ પરથી યોગેશ વઘેરા, અનિલ પોરબંદર વાળા, બે જુગારીઓ નાસી જતા તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની વરલી મટકાની જુગાર કલબમાં દરોડાધી પોલીસ તંત્રમાં દોડધામ થઈ હતી